GSTV

રાજયમાં વધુ 1101 નવા પોઝીટીવ સાથે કોરોના સંક્રમણનો આંક 70 હજાર, 14 હજારથી વધુ છે એક્ટિવ કેસ

રાજ્યમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 19 દિવસથી કોરોના સંક્રમણના કેસો 1 હજારથી વધારે આવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના આંક 1101 નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 5 દિવસ બાદ ફરી એક વખત કોરોના સંક્રમણનો આંક 1,101ને પાર થયો છે. રાજ્યમાં 5 દિવસ બાદ ફરી કોરોના સંક્રમણનો આંક ઉંચકાયો છે.

સુરત બાદ વધી રહ્યા છે વડોદરામાં નવા કેસ

સુરત બાદ હવે વડોદરામાં પણ કોરોના સંક્રમણનો આંક 100ને પાર થઈ ગયો છે. વડોદરા કોર્પોરેશનમાં 92 અને ગ્રામ્યમાં 21 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. વડોદરામાં કોરોના સંક્રમણનો આંક 5,500ની નજીક પહોંચી ગયો છે. સુરત બાદ વડોદરામાં નવા કેસોમાં સતત વધારો થયો છે. સુરતમાં સંક્રમણનો આંક 15 હજાર થવા આવ્યો છે. રાજકોટમાં પણ 75થી વધુ નવા પોઝીટીવ કેસ આવ્યા છે. રાજકોટમાં કોરોના સંક્રમણનો આંક 2,500ને પાર થઈ ગયો છે. અમરેલીમાં પણ કોરોના સંક્રમણના કેસ વધ્યા છે. ગાંધીનગરમાં નવા 20 પોઝીટીવ કેસ આવ્યા છે.

ટેસ્ટિંગ સાથે વધી રહ્યા છે નવા કેસ ગુજરાતમાં

અમદાવાદમાં વધુ 158 નવા પોઝીટીવ કેસ આવતાં કુલ સંક્રમણની સંખ્યા 27744 થઈ છે. અમદાવાદમાં કોરોનાને કારણે મોતની સંખ્યા પણ 1625ને પાર થઈ ગઈ છે. રાજ્યમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થવા સાથે નવા કેસોની સંખ્યામાં પણ વધારો થયો છે. ભાવનગરમાં પણ કોરોના સંક્રમણની સંખ્યા 2 હજારની નજીક પહોંચી ગઈ છે.

READ ALSO

Related posts

સ્કૂલ ફી : આ તારીખ સુધી ફી ભરનારને જ અમે 25 ટકાની આપીશું રાહત, સ્કૂલ સંચાલકોએ આપી ડેડલાઈન

pratik shah

સરકારનો વાલીઓને સ્પષ્ટ સંદેશ : ફીના મામલે અમે સ્કૂલ સંચાલકોની સાથે, તમારું જે થવું હોય તે થાય

pratik shah

સ્કૂલ ફી ભરવાની આ છે છેલ્લી તારીખ : આ ફી તો ન ભરવાનો સરકારે કર્યો છે આદેશ, ટ્યૂશન ફીમાં થયો છે ઘટાડો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!