GSTV

Girls Problems / દરેક ટીનેજ ગર્લ્સને અનુભવાતી આ સમસ્યાની સરળ માહિતી માટે અમદાવાદી ટીનેજરે શોધ્યો આ ઉકેલ

Last Updated on September 23, 2021 by Zainul Ansari

માસિક સ્ર્ત્રાવ (Menstruation)એ દરેક યુવતી-મહિલાના જીવનમાં આવતી અનિવાર્ય કુદરતી પ્રક્રિયા છે. કુદરતી પ્રક્રિયા છે, એટલે તેને સહજતાથી જ લેવી જોઈએ. પરંતુ સમાજમાં માસિક એ એક અછૂત વિષય ગણાય છે. યુવતીઓ તેના વિશે વાત કરતા શરમાતી જોવા મળે છે. એમાં યુવતીઓનો વાંક નથી કેમ કે સમાજનું વાતાવરણ જ એવું છે. ખાસ કરીને ટીનેજમાં પ્રવેશતી ગર્લ્સ માટે માસિક મોટી મુશ્કેલી બને છે. કેમ કે ટીનેજ ગર્લ્સ એ વિશે કોઈને પૂછી શકતી નથી, વાત કરી શકતી નથી અને તેના કારણે સાચી માહિતી મેળવી શકતી નથી. આ સમસ્યા દૂર કરવા 11 વર્ષની અમદાવાદી યુવતી આયેશાએ Free Flo નામની એપ બનાવી છે. WhiteHat Jrની સ્ટુડન્ટ આયેશા ગોયલે જોયુ કે તેના જેવી ઘણી ટીનેજર છે જે આ વિષય વિશે સાચી માહિતી મેળવી શકતી નથી, માટે મુંજવણ અનુભવે છે. તેના ઉપાય તરીકે તેણે મોબાઈલ એપ્લિકેશન બનાવી નાખી છે.

આ વિશે વાત કરતાં આયેશાએ કહ્યું હતું કે ‘માસિક સ્રાત્ર એ એક કુદરતી-બાયોલોજિકલ પ્રક્રિયા હોવા છતાં તેના વિશે સમાજમાં ભ્રમ અને શરમ જોવા મળે છે. ગર્લ્સ તેના વિશે સાચી માહિતી પૂછતાં શરમ પણ અનુભવે છે. વળી જ્યાં-ત્યાંથી સાંભળેલી અધકચરી વાતોને કારમે માસિક સ્રાવ ઘણી વખત ડરનો વિષય બની જાય છે. મારી ઘણી બહેનપણીઓને આ વિષય પર વધારે અને સાચી જાણકારી જોઈતી હતી પણ તેમને ક્યાંયથી મળતી ન હતી. જોકે આ વિષયની કેટલીક મોબાઈલ એપ્લિકેશન છે, પરંતુ એ બધી એપ યંગ ગર્લ્સ-વૂમનને ધ્યાનમાં રાખીને બનાવાઈ છે. જેમને સાચી માહિતીની સૌથી વધારે જરૃર છે, એવી ટીનેજ ગર્લ્સ માટે કોઈ એપ મળતી નથી. માટે મેં આ એપ તૈયાર કરી છે.’

એપ્લિકેશમાં શું શું છે?

  • માસિકની માહિતી
  • પિરિયડ ડેટ ટ્રેકિંગ
  • સવાલના જવાબ આપી શકતો ચેટબોટ
  • માસિક સમયે જરૃરી સામગ્રી
  • માસિક સમયે આરોગ્યનું ધ્યાન
  • તમારે શું જરૃર છે?
  • પિરિયડના દિવસો કેટલા હોય છે?

વગેરે જેવી માહિતી અને વિભાગોને કારણે એપ્લિકેશન ટીનેજ ગર્લ્સ માટે ઉપયોગી સાબિત થાય એમ છે. આ અંગે વાત કરતા આયેશાના ટીચર પારણા મહેતાએ કહ્યુ હતું કે આયેશાએ માત્ર પોતાની જ નહીં, પોતાની ફ્રેન્ડ્સ અને સમાજની બધી જ ટીનેજ ગર્લ્સના પ્રોબ્લેમનું નિરાકરણ કર્યું છે. આયેશાના મમ્મી શેલઝાએ ઉમેર્યુ હતુ કે ભારતમાં દીકરીઓ આ વિષય પર સરળતાથી વાત કરી શકતી નથી. એ સંજોગોમાં આવી એપ ઉપયોગી થશે.

Read Also

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!