GSTV

SBIએ નિયમોનું ઉલ્લંઘન કરતાં RBIએ ફટકાર્યો 7 કરોડ રૂપિયાનો દંડ

Last Updated on July 16, 2019 by Mansi Patel

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈને મોટો ઝટકો આપ્યો છે. વાસ્તવમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પર સાત કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડ એનપીએ (નોન પર્ફોર્મિંગ એસેટ્સ) અને અન્ય જોગવાઈ સાથે જોડાયેલાં નિયમોનું પાલન ન કરવાને લઈને લગાવ્યો છે. તો આવી રીતે જ RBIએ યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

SBI પર કેમ લગાવ્યો દંડ?

કેન્દ્રીય બેંક મુજબ એસબીઆઈએ આવકની ઓળખ અને મિલકત વર્ગીકરણ(આઈઆરએસી)ના નિયમોનું પાલન કર્યુ  હતુ. તેના સિવાય બેંકે ચાલુ ખાતા ખોલવા અને તેના પરિચાલન માટે આચારસંહિતાની અવગણના કરી હતી. કેન્દ્રીય બેંકે જણાવ્યુ હતુકે, એસબીઆઈ પર છેતરપિંડી અને તેના રિપોર્ટિંગ સાથે જોડાયેલા નિયમોનું પાલન નહી કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આરબીઆઈ દ્વારા તપાસ અહેવાલ અને અન્ય જરૂરી દસ્તાવેજો જોયા બાદ બેંકને નોટિસ આપવામાં આવી હતી. બેંકની પ્રતિક્રિયા અને વ્યક્તિગત સુનાવણી બાદ કેન્દ્રીય બેંકે દંડ ફટકારવાનો નિર્ણય લીધો હતો.

યુનિયન બેંક પર 10 લાખનો દંડ

તેના સિવાય ભારતીય રિઝર્વ બેંકે સાઈબર સુરક્ષા સાથે જોડાયેલાં નિર્દેશોનું પાલન નહી કરવાના આરોપોમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રિઝર્વ બેંક તરફથી રજૂ કરાયેલાં નિવેદનમાં કહેવામાં આવ્યુ છેકે, આ દંડ 9 જૂલાઈ 2019ના રોજ લગાવવામાં આવ્યો છે. કેન્દ્રીય બેંક મુજબ, આ કાર્યવાહી નિયમનકારી પાલનની ખામીને લીધે કરવામાં આવી છે. તેનો હેતુ બેંક દ્વારા તેના ગ્રાહકોને કરવામાં આવેલા કોઈપણ કરાર અથવા ટ્રાંઝેક્શનની માન્યતા પર પ્રશ્ન કરવાનો નથી.

આરબીઆઇએ જણાવ્યું હતું કે 2016 માં બેંકની સ્વીફ્ટ સિસ્ટમ પ્રણાલીમાંથી નીકળેલાં 17.1 મિલિયન ડોલરના મૂલ્યના 7 છેતરપિંડીવાળા સંદેશાઓ પરના અહેવાલ પછી તેની સાયબર સુરક્ષાની તપાસમાં અનેક ખામીઓ મળી આવી હતી. આ તારણો બાદ બેંકનો નોટિસ આપવામાં આવી હતી. બેંક તરફથી મળેલી પ્રતિક્રિયા અને સુનાવણી દરમ્યાન તેની દલીલો પર ધ્યાન આપ્યા બાદ કેન્દ્રીય બેંકે દંડ ફટકારવાનો નિર્ણય કર્યો હતો.

READ ALSO

Related posts

સિટીજનશિપ/ દરરોજ લગભગ 300 લોકો છોડી રહ્યા છે ભારતીય નાગરિકતા, છેલ્લા 5 વર્ષમાં 6 લાખ કરતા પણ વધારે ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી

Pravin Makwana

ભર શિયાળે આવ્યું ચોમાસું: મહારાષ્ટ્ર માટે આગમી 5 દિવસ અત્યંત ભારે, યલો એલર્ટ જાહેર…

pratik shah

600થી 700 ખેડૂતોના મોતના દાવા વચ્ચે સરકારે કહ્યું એક પણ ખેડૂતનું નથી થયું મોત તો વળતરનો સવાલ જ નથી, કોણ સાચું સરકાર કે ખેડૂતો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!