પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં તાજેતરના દિવસોમાં સરકારી વિતરણ કંપની દ્વારા મફત લોટ વિતરણ કરવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન આ મફત લોટ મેળવવાની લ્હાયમાં મહિલાઓ સહિત ઓછામાં ઓછા 11 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે.

અધિકારીઓએ આ માહિતી આપતા કહ્યું કે પાકિસ્તાનમાં આકાશ આંબતી મોંઘવારીથી રાહત આપવા માટે સરકાર દ્વારા ખાસ કરીને પંજાબ પ્રાંતમાં ગરીબો માટે મફત લોટ વિતરણ યોજના શરૂ કરાયા બાદ સરકારી વિતરણ કેન્દ્રો પર અનેક લોકોના મોતના સમાચાર મળ્યા.
-ઈમરાન ખાનની લોકપ્રિયતા ઘટાડવાનો પ્રયાસ
આ યોજનાનો ઉદ્દેશ્ય પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ(પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાનની વધતી લોકપ્રિયતાને ઘટાડવાનો છે. દક્ષિણ પંજાબના ચાર જિલ્લા સાહિવાલ, બહાવલપુર, મુજફ્ફરગઢ અને ઓકારોમાં મફત લોટ કેન્દ્રો પર મંગળવારે બે વૃદ્ધ મહિલાઓ અને એક પુરુષનું મોત નીપજ્યું હતું. જોકે અન્ય ૬૦ ઘવાયા હતા.
પોલીસ ઉપર પણ મફત લોટ મેળવવા માટે લાઈનમાં ઊભેલા લોકો પર નિર્દયતાપૂર્વક લાઠીચાર્જ કરવાનો આરોપ લાગ્યો હતો. કેટલીક જગ્યાએ તો આ મફત લોટ લાવતી ટ્રકોને પણ લૂંટી લેવાની ઘટના બની હતી.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં