GSTV
Home » News » આસ્થા ગ્રુપ ઓફ કંપનીના નામે છેતરપિંડી કરનારા 11 શખ્સોને આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

આસ્થા ગ્રુપ ઓફ કંપનીના નામે છેતરપિંડી કરનારા 11 શખ્સોને આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

Aasha Group Surat

વર્ષ 2013માં સુરતમાં આસ્થા ગ્રુપ ઓફ કંપનીના નામે છેતરપિંડી કરનારા 11 શખ્સોને આખરે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. લોકોને ઉંચા વ્યાજ અને મોટા ઈનામોની લાલચ આપીને આસ્થા ગ્રુપ ઓફ કંપનીએ લોકોને ચુનો ચોપડ્યો હતો. કંપની દ્વારા 167 લોકો પાસે 11.70 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

આ કંપની દેશના 17 રાજ્યોમાં બ્રાન્ચ બનાવી હતી. ત્યારે કંપની ડાયરેક્ટર તરીકે અર્જુન ચૌહાણે ઓળખ આપી લોકો સાથે મુલાકાત કરી કપનીમાં ઈન્વેસ્ટ કરાવ્યું હતું. જોકે, બાદમાં મિલકતો પોતાના સંબધી અને સગાના નામે ખરીદી કંપનીના સભ્યો સાથે છેતરપિંડી આચરી હતી.

કૌભાંડનો સુત્રધાર અર્જુન ચૌહાણ નાસતો ફરતો હતો.અને અલગ અલગ રાજયમા પોતાના સંબંધીઓને ત્યાં વેશ બદલી કરીને રહેતો હતો.જોકે તે સુરતના પર્વત પાટિયામાં સંબંધીને ત્યાં આવ્યો હોવાની ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળતા તેને ઝડપી પાડવામાં આવ્યો છે.

Read Also

Related posts

ગાંધીના ગુજરાતમાં દારૂનું ચેકિંગ, એ પણ સરકારી બસોના ડ્રાઈવર અને કંડક્ટરનું

Nilesh Jethva

પ્રવીણ તોગડિયાએ રામ મંદિર મામલે આપી પ્રતિક્રિયા, દૂધ ઉત્પાદકો અંગે પણ ચિંતા વ્યક્ત કરી

Nilesh Jethva

આર્થિક સંકડામણથી વધુ એક રત્ન કલાકારનો આપઘાત, પુત્રના અભ્યાસનો ખર્ચ કાઢવામાં પણ થતી હતી મુશ્કેલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!