ગુજરાતમાં ૨૪ કલાકમાં 10 હત્યાઓની ઘટનાએ ભાજપ સરકારની સબ સલામતના દાવાની પોલ ખોલી નાખી છે. વધતી જતી ગુન્હાખોરી અને કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો-ગુંડાઓ બેકાબુ-બેખોફ રીતે કાયદો વ્યવસ્થાની ધજ્જિયા ઉડાવી રહ્યા છે. છેલ્લાં ૨૪ કલાકમાં ગુજરાત રક્તરંજિત બન્યુ છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં 10 નિર્મમ હત્યાઓની ઘટના બની છે. જેમાં અમદાવાદમાં ૨, સુરતમાં ૩ અને જામનગરમાં ૨, રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરામાં ૧-૧ નિર્મમ હત્યાના બનાવો બન્યા છે. ગૃહ રાજ્યમંત્રીના વિસ્તાર-શહેર સુરતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩ હત્યાની ઘટના બની છે. સુરતમાં હત્યાના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. બે હત્યા ડીંડોલી વિસ્તારમાં જ્યારે એક લિંબાયત વિસ્તારમાં બની છે. જયરે સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા ભેસ્તાન આવાસ ખાતે એક યુવકની સરા જાહેર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં 24 કલાકમાં બનેલી 10 હત્યાઓ
હત્યા-1 સુરતના ડીંડોલી વિસ્તારમાં .
હત્યા-2 સુરતના વિમલનાથ સોસાયટી નજીક
હત્યા-3 સુરતના લીંબાયત વિસ્તાર.
હત્યા-4 અમદાવાદના બાપુનગર
હત્યા-5 અમદાવાદના નિકોલ
હત્યા-6 જામનગરના લાલપુર બાયપાસ નજીક
હત્યા-7 જામનગર પંથકના પસાયા બેરાજા ગામની સીમમાંથી
હત્યા-8 વડોદરાના બાપોદ ગામે
હત્યા-9 રાજકોટના ગોંડલ રોડ પર શિવ હોટેલ પાછળ.
હત્યા-10 સુરેન્દ્રનગર 80 ફૂટ રિંગરોડ પર
રાજ્યમાં નશા બંધીનો કાયદો હોવા છતાં બેરોકટોક કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય છે, બેફામ વ્યાજ ખોરોનો ત્રાસ, ત્યારે ભાજપ સરકાર – ગૃહ વિભાગ-પોલીસ તંત્ર જાગે અને ગુન્હેગારને જેલ ભેગા કરે તો જ ગુજરાત સાચા અર્થમાં સલામત બનશે અને ગુજરાત – ગુજરાતીઓ શાંતિથી જીવન જીવી શકશે.
Also Read
- આત્મસમર્પણની અટકળો વચ્ચે અમૃતપાલનો એજન્સીઓને ખુલ્લો પડકાર, ‘જે કરવું હોય એ કરી લો મારો વાળ પણ વાંકો નહીં કરી શકો’
- બાપ રે! ઘાતક કોરોનાનો ભરડો વધ્યો, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2136 પર પહોંચી
- કોરોના ગયો નથી ત્યાં બીજું મોટું સંકટ!, આ દેશમાં માનવીને બર્ડ ફ્લૂ થયાનો પહેલો કેસ મળતા તંત્ર દોડતું થયું
- રામનવમી 2023: શુભ યોગમાં રામનવમી, આ રાશિના લોકોને મળશે ધનલાભની સારી તક
- મુસીબતનું માવઠું! ગુજરાતમાં બે દિવસ માવઠાની આગાહી, વરસાદની સાથે સાથે ભારે પવન ફૂંકાશે