GSTV

કેજરીવાલની જીતની અસર, ફક્ત 24 કલાકમાં જ 11 લાખ નવા લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા

Last Updated on February 13, 2020 by Mansi Patel

રાજકારણમાં હંમેશા ઉગતા સુરજને પુજવામાં આવે છે. આ કહેવત દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત બાદ સાચી સાબિત થઈ ગઈ છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની જીતનાં ફક્ત 24 કલાકમાં જ દેશભરમાં આમઆદમી પાર્ટીની સાથે 11 લાખ નવા લોકો જોડાઈ ગયા છે.

આમ આદમી પાર્ટીએ આ વાતની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ દેશભરમાં પોતાની સાથે લોકોને જોડવા માટે ‘રાષ્ટ્રના નિર્માણ માટે આપ’ અભિયા ચલાવ્યુ હતુ અને જેવું દિલ્હીમાં પાર્ટીની જીત થઈ તો 24 કલાકની અંદર દેશભરમાંથી 11 લાખ લોકો તેમની સાથે જોડાયા હતા.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મોટી જીત હાંસલ કરી છે. અમે અરવિંદ કેજરીવાલ સતત ત્રીજીવાર દિલ્હીનાં મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. દિલ્હીની 70 વિધાનસભા સીટોમાંથી આમ આદમી પાર્ટીએ 62 ઉપર જીત મેળવી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીને ફક્ત 8 સીટો જ મળી છે.

તો કોંગ્રેસ તો ગઈ વખતની જેમ આ વખતે પણ પોતાનું ખાતું ખોલાવી શકી નથી. દિલ્હીમાં મોટી જીતને જોતા આમ આદમી પાર્ટી હવે દેશભરમાં વિસ્તાર કરવાનાં પ્રયાસમાં છે. જેને ધ્યાનમાં રાખતાં દેશભરમાંથી લોકોને જોડવાનું અભિયાન ચલાનવવામાં આવી રહ્યુ છે.

READ ALSO

Related posts

બિહાર: આરજેડીનું ભવિષ્ય લાલુના હાથમાં, સપા સંરક્ષણ મુલાયમ સિંહ સાથે કરી મુલાકાત

Pritesh Mehta

સ્કૂલોમાં નવા સત્રની શરૂઆતમાં ઓફલાઈન શિક્ષણ આપવાનું શરુ, રાજ્યમાં 50 ટકા ફી માફીની ફરી ઉઠી માંગ

pratik shah

બેશરમ/ બોલીવુડ અભિનેત્રી લાઈવ સ્ટ્રીમમાં કપડાં ઉતારીને બેઠી, ગંદી બાતથી ફેમસ આ મોડેલનો જોવાઈ રહ્યો છે જોરદાર વીડિયો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!