GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં 11 ના મોત, 19 ઘાયલ

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતની રાજઘાની ક્વેટામાં આજે સવારે એક જોરદાર કાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં ચાર પોલીસ અધિકારી સહીત 11 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 19 લોકો ઘાયલ થયા હતા.

બલૂચિસ્તાન પ્રાંતના એક પોલીસ અધિકારી અનુસાર, હુમલાખોરોએ વિસ્ફોટકોથી ભરેલી એક કારમાં વિસ્ફોટ કર્યો હતો. ક્વેટામાં સિવિલ હોસ્પિટલના પ્રવકતા વસીમ બેગએ કહ્યું કે, 11 મૃતકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હુમલામાં નવ સુરક્ષા કર્મીઓ સહિત 19 લોકો ઘાયલ થયા છે. જ્યારે હુમલામાં મોતને ભેટેલા લોકોમાં ચાર પોલીસ અધિકારીઓ પણ સામેલ છે.

બલૂચિસ્તાન સરકારના પ્રવકતા અનવર ઉલ હક કાકરે કહ્યું કે, વિસ્ફોટ પોલીસ મહાનિરીક્ષકના કાર્યાલયની નજીક એ સમયે થયો જ્યારે અધિકારીઓએ એક તપાસ ચોકીની નજીક તલાશી માટે એક કારને રોકી હતી. તેમણે કહ્યું કે, એવી આશંકા છે કે, હુમલાનું નિશાન પોલીસ મહાનિરીક્ષકનું કાર્યાલય હતું. અથવા હુમલાખોરો સૈન્ય છાવણીમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યાં હતા.

Related posts

કોરોનાને માત આપનાર દર્દીઓ પણ નથી સુરક્ષિત : ઇમ્યુનિટી ઘટી તો ફરી લાગશે ચેપ, આ દેશમાં સંશોધનમાં કરાયો દાવો

Mansi Patel

100 કિમીની ઝડપે ગાડી ચલાવતો હતો યુવક, અચાનક બ્રેક પાસે ખતરનાક સાંપને જોયો અને પછી જે થયું…

Pravin Makwana

12 જુલાઈએ શરૂ થશે ગ્રહોની હેરાફેરી, ઉલ્કાપિંડોના વરસાદથી ઝળહળી ઉઠશે આકાશ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!