GSTV
Gujarat Government Advertisement

કમોસમી માવઠું/ વરસાદ સાથે વીજળી ત્રાટકતાં 11 જણાનાં મોત, આઠ મહિનાની સગર્ભા પણ ન બચી

Last Updated on May 4, 2021 by Damini Patel

મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળે સાથે વીજળી ત્રાટકતા ૧૧ જણને કાળ ભરખી ગયો હતો. મૃતકમાં મહિલા, બાળકીને સમાવેશ છે. સાતારાના ખંડાલા તાલુકામાં કવઠે ગામ પાસે બે ખેડૂત શશિકાંત (ઉ.વ.૩૫), ખાશાબા જાધવ (ઉ.વ.૬૦) ઝૂંપડીમાં બેસીને જમતા હતા. ત્યારે ઝૂંપડી પર વીજળી પડી હતી. જેના લીધે ગંભીરપણે દાઝી જતા બંનેનાં મોત થયા હતા.

વીજળી ત્રાટકતાં 11નાં મોત

બીડના નેકનૂરમાં રાધાબાઇ ખેતરમાં કામ કરતી હતી. વરસાદ પડતા તે સાસુ સાથે ઘરે જઇ રહી હતી. તે સમયે વીજળી પડતા આઠ મહિનાની સગર્ભો રાધાબાઇનું જગ્યા પર મોત નિપજ્યું હતું. જયારે તેની સાસુ જખમી થઇ હતી. આ ઉપરાંત કેજ તાલુકામાં ખેતરમાં કામ કરતી ગીતાબાઇ (ઉ.વ.૪૫) પર વીજળી ત્રાટકતા તેણે જીવ ગુમાવ્યો હતો.

વરસાદ

બુલઢાણામાં ખેતરમાં ગયેલા અનંત બોડકે (ઉ.વ.૩૨) પણ વીજળી પડતા મૃત્યુ પામ્યો હતો. પરભણીમાં આવી જ ઘટનામાં ૧૧ અને ૧૪ વર્ષીય બાળકી તથા ગંગાધર હોરગુળે (ઉ.વ.૫૫) મોતના મુખમાં ધકેલાયા ગયા હતા.

પુણેના ભોરમાં ઘરથી થોડીદૂર રમવા ગયેલી સીમા (ઉ.વ.૧૧) અને નવ વર્ષીય અનિતાનુ વરસાદ સાથે વીજળી પડતા મોત થયું હતું. જયારે નવ વર્ષીય ચાંદની જખમી થઇ હતી. જળગાંવમાં પણ એક જણનું મોત થયુ હતુ. સાંગલીમાં વીજળીનો તાર પતરા પર પડતા મોત થયુ બકરી મૃત્યુ પામી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મહામારી/ દેશમાં 31 કરોડ લોકોના થયા ટેસ્ટ : 7 દિવસથી 4000 લોકોના મોતની સરેરાશ, આજે પણ નોંધાયા આટલા કેસ

Bansari

વિધિ-વિધાન સાથે ખોલવામાં આવ્યા ગંગોત્રી ધામના કપાટ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી કરવામાં આવી પહેલી પૂજા

Bansari

પેલેસ્ટાઇનના રોકેટ હુમલામાં માર્યા ગયેલી કેરળની મહિલાની અંતિમ વિદાઈ, પાર્થિવ શરીર ભારત પહોંચ્યો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!