કચ્છના દરિયાકાંઠે પાકિસ્તાનથી આવેલુ 280 કરોડનું હેરોઇન ઝડપાવાના કિસ્સામાં વધુ 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે,જેઓને ભુજ કોર્ટમાં રજૂ કરવામાં આવતા 11 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.આ કાંડમાં 9 જેટલા પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીઓની પૂછપરછ બાદ આ ડ્રગ્સ ઉત્તર ભારતમાં સપ્લાય કરવાનું બહાર આવ્યું હતું. જેથી એટીએસની ટીમે દિલ્હીમાંથી આ મામલે અફઘાનિસ્તાનના નાગરિક અને ભારતના નાગરિકને ઝડપી વધુ 35 કિલો ડ્રગ્સ કબ્જે કર્યું હતું.

દિલ્લીમાંથી ઝડપાયેલા આરોપીઓ પૈકી અવતારસિંહ અને અફઘાનિસ્તાનના અબ્દુલ ખાલિકને રિમાન્ડની માંગ સાથે ભુજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે એનડીપીએસ કોર્ટે આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપીઓની પુછતાછમાં હજુ વધુ ખુલાસાઓ પણ થઈ શકે છે. તો બાકીના બે શખ્સોને દિલ્હીથી ભુજ લાવવા ટ્રાન્સઝિટ રીમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
MUST READ:
- લમ્પી વાયરસ : 24 કલાકમાં 2517 કેસ તો 110 પશુનાં મોત, 24 જિલ્લામાં હાહાકાર મચાવી રહ્યો છે વાયરસ
- સરકાર જવાબ આપે : 3 દિવસમાં પકડાયું 833 કિલો મેડ ઈન ગુજરાત ડ્રગ્સ
- Post Office Recruitment 2022 : ભારતીય ટપાલ વિભાગમાં એક લાખથી વધુ જગ્યાઓ ખાલી, બહાર પડ્યું જાહેરનામું
- શ્રીલંકાના પૂર્વ કેપ્ટનની મુશ્કેલીમાં વધારો / ક્રિકેટ બોર્ડે માંગ્યું 2 અબજ રૂપિયાનું નુકસાન, જાણો શું છે સમગ્ર મામલો
- ગુજરાતની ભાજપ સરકાર ચૂંટણીમાં ખેલશે હિન્દુત્વ કાર્ડ : બિલકિસ બાનો કેસ ઉદાહરણ