GSTV

આજે અમદાવાદના વધુ 11 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરાયા, જાણો ક્યાં ક્યાં વિસ્તારનો કરાયો સમાવેશ

કોરોના

અમદાવાદ શહેરમાં કોરાના સંક્રમણને અટકાવવા માટે લેવાઈ રહેલ શ્રેણીબધ્ધ પગાંઓની સમીક્ષા માટેની બેઠક આજ રોજ અધિક મુખ્ય સચિવ ડો.રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. જેમાં મ્યુનિ. કમિશનર મુકેશ કુમાર, આઈ.એ.એસ. તથા વિવિધ ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર હાજર રહ્યા હતા. હાલમા અમદાવાદ શહેરમાં કુલ ૧૦૫ માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર અમલમાં છે. જે પૈકી આજ રોજ કરવામા આવેલ વિસ્તૃત ચર્ચા-વિચારણાને અંતે ૦૫ માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારને દુર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 11 વિસ્તારમાં કેસો સામે આવતા તેને કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં ફરી એકવખત કોરોનાએ માથુ ઉચક્યું છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1515 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે કુલ 9 વ્યકિતના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 5 જ્યારે સુરતમાં 2, ગીર સોમનાથમાં 1 અને રાજકોટમાં 1 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 1271 દર્દીઓ સાજા થયા છે. જેથી આજદિવસ સુધીમાં કુલ 1 લાખ 78 હજાર 786 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં 3846 દર્દીઓના મોત થયા છે. તો હાલમાં સમગ્ર રાજ્યમાં કુલ 13285 એક્ટીવ કેસ છે. જેની સારવાર ચાલી રહી છે. તો 95 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!