GSTV
Home » News » ધોરણ 10નું રિઝલ્ટ જાહેર! કુલ 66.97 ટકા પરિણામ, 79.63 ટકા સાથે આ જિલ્લો પ્રથમ ક્રમે

ધોરણ 10નું રિઝલ્ટ જાહેર! કુલ 66.97 ટકા પરિણામ, 79.63 ટકા સાથે આ જિલ્લો પ્રથમ ક્રમે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. સૌ પ્રથમ વેબસાઈટ પર વહેલી સવારે પરિણામ મુકાયુ છે અને વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ gseb. org પર પરિણામ જોઈ રહ્યા છે.

આ વર્ષે કુલ 11.59 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 6,222 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ સામેલ હતા. ધોરણ ૧૦માં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 1,23,487 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે.

તેજસ્વી તારલા  

  • ધો. ૧૦માં કુલ ૫,૫૧,૦૨૩ વિદ્યાર્થીઓ પાસ થયા
  • કુલ ૧૧.૫૯ લાખ વિદ્યાર્થીઓમાંથી ૮,૨૮,૯૪૪ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
  • ગ્રેડ એ-૧માં ૪,૯૭૪ વિદ્યાર્થીઓ પાસ
  • ગ્રેડ એ-૨માં ૩૨,૩૭૫ વિદ્યાર્થીઓ પાસ
  • ગ્રેડ બી-૧માં ૭૦,૬૭૭ વિદ્યાર્થીઓ પાસ
  • ગ્રેડ બી-૨માં ૧,૨૯,૬૨૯ વિદ્યાર્થીઓ પાસ

આ જિલ્લાઓમાં સૌથી વધુ અનો સૌથી ઓછું પરિણામ

સૌથી વધુ પરિણામ સુરત જિલ્લામાં આવ્યું છે. 79.63 ટકા સાથે સુરત જિલ્લો સૌથી આગળ છે. સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો છોટાઉદેપુર છે. જ્યાં 46.83 ટકા પરિણામ આવ્યું છે. સાથેજ 100 ટકા પરિણામ આવ્યું હોય તેવી શાળીઓની સંખ્યા 366 છે. મહત્વનું છે કે આ વર્ષે કુલ 11.59 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

મહત્વનું છે કે રાજ્યમાં ધોરણ-10ની પરીક્ષા શાંતિપૂર્ણ યોજાઇ હતી. તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન કેન્દ્રની આસપાસ ઝેરોક્ષોની દુકાનો બંધ રાખવા સૂચના આપવામાં આવી હતી.

આજે જ સવારે 11 વાગ્યાથી કરવામાં આવશે માર્કશીટનું વિતરણ

ews reservation

ગુજરાત શિક્ષણ બોર્ડે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાના માર્ચ-2019ના ઉમેદવારોની માર્કશીટનું વિતરણ જિલ્લા કક્ષાએ નિયત કરેલા વિતરણ સ્થળો પર કરવામાં આવશે.

તારીખ 21 મે 2019ને મંગળવારના રોજ સવારે 11:00 કલાકથી 16:00 કલાક દરમિયાન તેનું વિતરણ કરાશે. રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યએ પોતાની શાળાનું પરિણામ જવાબદાર કર્મચારીને મુખત્યાર પત્ર સાથે મોકલી મેળવી લેવાનું રહેશે.

કુલ ૬૬.૯૭ ટકા પરિણામ જાહેર

  • સૌથી વધુ સુરત જિલ્લાનું ૭૯.૬૩ ટકા પરિણામ
  • સૌથી ઓછું છોટાઉદેપુર જિલ્લાનું ૪૬.૩૮ ટકા પરિણામ
  • સૌથી વધુ ગીરસોમનાથ જિલ્લાના સુપાસી કેન્દ્રનું ૯૫.૫૬ ટકા પરિણામ
  • સૌથી ઓછું ગીર સોમનાથ જિલ્લાના તડ કેન્દ્રનું ૧૭.૬૩ ટકા પરિણામ

૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓ ૩૬૬

  • ૩૦ ટકા કરતાં ઓછું ધરાવતી શાળાઓ ૯૯૫
  • ૬૨.૮૩ ટકા વિદ્યાર્થીઓ પાસ
  • ૭૧.૬૪ ટકા વિદ્યાર્થિનીઓ પાસ
  • અંગ્રેજી  માધ્યમનું પરિણામ ૮૮.૧૧ ટકા
  • ગુજરાતી માધ્યમનું પરિણામ ૬૪.૫૮ ટકા
  • ગેરરીતિમાં નોંધાયેલા કેસને કારણે ૨,૧૬૫ વિદ્યાર્થીઓના પરિણામ અનામત રખાયા
  • અન્ય કારણોસર ૧,૬૫૯ વિદ્યાર્થીઓના પરિણામ અનામત રખાયા
  • ૨૦ ટકા પાસિંગ સ્ટાન્ડર્ડથી પાસ થનારા ૮૭૨ દિવ્યાંગ વિદ્યાર્થીઓ

Read Also

Related posts

કમલમ્ ખાતે ધમધમાટ: આવતીકાલે ગુજરાત પ્રદેશ ભાજપની બે પ્રકારની બેઠકો યોજાશે

Riyaz Parmar

2018ની બેચના તાલીમી IPS અધિકારીઓ ગુજરાત પ્રવાસે, મુખ્યમંત્રીએ કરી મુલાકાત

Path Shah

આવતીકાલે સાંજે ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક, આ મુદ્દે અપાશે માર્ગદર્શન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!