GSTV

કોરોનાનો ખતરો યથાવત, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1087 પોઝિટિવ કેસ, 15 દર્દીના મોત

Corona

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1087 કેસ નોંધાયા છે. તો આજે કુલ 15 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 5, અમદાવાદમાં 4, રાજકોટમાં 2, જામનગરમાં 2, ગાંધીનગર વડોદરામાં 1-1 લોકોનાં મોત થયા છે. તો હાલમાં 71 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 1083 દર્દીઓને રજા આપવાની સાથે આજદિન સુધીમાં કુલ 59 હજાર 522 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. રાજ્યમાં કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યા છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 51 હજાર 225 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 1087
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 76569
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 15
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1071
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 59,522
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 14299

સુરતમાં કોરોનાનો વ્યાપ

કોરોનાનો કહેર સુરતમાં રોકેટગતિએ વધી રહ્યો છે. જેને પગલે એસટી નિગમ દ્વારા વધુ 7 દિવસ એસટી સેવા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદ બાદ સુરત કોરોના વાયરસને લઇ હોટ સ્પોટ બન્યું છે. જોકે, એસ ટી નિગમ દ્વારા હજુ કોરોના વાયરસને લઇ 50 ટકા જેટલી બસો ચાલુ કરાઈ છે. જેમાં સુરતનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે.

રાજકોટમાં કોરોનાના કેસ વધતા ચિંતાનો માહોલ

રાજકોટ શહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આસપાસના ગામના અનેક લોકો સારવાર લેવા માટે આવે છે. થોડા સમયમાં કોરોનાના દર્દીઓનો મૃત્યુ આંક વધતા ચિંતાનું માહોલ ઉભો થયો છે. ત્યારે જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા કોરોના વાઇરસના જે પણ દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે તેમને પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ કરી છે.

READ ALSO

Related posts

ડીસા : ભારે વરસાદથી અનેક ખેતરો બેટમાં ફેરવાયા, બે મહિના બાદ પણ પાણી ભરાયેલા રહેતા ખેડૂતોની બે સીઝન ફેલ

Nilesh Jethva

સૌથી વધુ વરસાદ છતા પણ કચ્છમાં ટેન્કર રાજ, ભુજમાં લોકો પાણી માટે મારી રહ્યા છે વલખા

Nilesh Jethva

ઊંઝા એપીએમસી સેસ કૌભાંડ મામલે તપાસ કરી રહેલી ટીમના હાથ આટલા દિવસ બાદ પણ ખાલી, સૌમિલ પટેલને બે નોટીસ ફટકારવામાં આવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!