GSTV
Gujarat Government Advertisement

હિન્દી ફિલ્મોના 108 વર્ષ/ આજે જ રીલિઝ થઈ હતી ભારતની 15 હજાર રૂપિયાના બજેટની પહેલી ફિલ્મ, અંગ્રેજો સામે લડવા બનાવાઈ હતી આ ફિલ્મ

Last Updated on May 3, 2021 by Harshad Patel

આજે હિન્દી સિનેમાની 108 મી જયંતી છે. પહેલી ભારતીય ફિચર ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર આ દિવસે 1913 માં રિલીઝ થઈ હતી. ત્યારબાદ સિનેમામાં ઘણું બદલાયું છે. લંડનથી પરત આવ્યા બાદ દાદા સાહેબ ફાળકે એ રાજા હરિશ્ચંદ્ર’ નામની પહેલી ફિલ્મ બનાવી. પહેલા ભારતીય લોકોનો સિનેમા સાથે કોઈ સંબંધ નહોતો. રાજા હરિશ્ચંદ્ર ભારતની પહેલી પૂર્ણ-લંબાઈવાળી ફિલ્મ હોવાનું કહેવાય છે. ચાલો આજે તમને જણાવીએ ભારતની પહેલી ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો ..

દરેક ભારતીયના મનમાં એક જ સપનું દેખાતું હતું કે દેશને ગુલામીની સાંકળોથી મુક્ત કરાવવો

‘રાજા હરિશ્ચંદ્ર’ એક મૂક ફિલ્મ હતી. આમાં, ફક્ત ઇશારામાં વાર્તા કહેવામાં આવી હતી. તે સમયે અંગ્રેજોનો ગુલામ રહેલો દેશ પોતાની આઝાદી માટે પોતાનાથી શક્ય તેટલા બધા પ્રયાસ કરી રહ્યો હતો. તેથી દાદાસાહેબ ફાળકે એ આ ફિલ્મની બુનિયાદ પણ અંગ્રેજો સાથે લડવા માટે જ રાખી હતી. તે સમયે, દરેક ભારતીયના મનમાં એક જ સપનું દેખાતું હતું કે દેશને ગુલામીની સાંકળોથી મુક્ત કરાવવો છે.

રાજ પાટ હડપનારા સાધુની તુલના અંગ્રેજો સાથે કરવામાં આવી હતી

ફિલ્મની વાર્તા રાજા હરિશ્ચંદ્રની મહાનતા બતાવવાની હતી. એક સાધુ તેને લલચાવી ફોસલાવીને રાજપાટ લઈ લે છે. રાજા હરિશ્ચંન્દ્રને ભારત દેશથી સંબોધિત કરાયા છે. માનવામાં આવે છે. રાજ પાટ હડપનારા સાધુની તુલના અંગ્રેજો સાથે કરવામાં આવી હતી.

ફિલ્મ પૂર્ણ કરવામાં દાદા સાહેબે સાત મહિના અને 21 દિવસનો સમય લીધો

તે સમયે દાદા સાહેબ ફાળકેએ બનાવેલી ‘રાજા હરિશ્ચંદ્ર’ નું બજેટ 15 હજાર રૂપિયા હતું. આ ફિલ્મમાં કોઈ મહિલાએ અભિનય કર્યો ન હતો. ફિલ્મમાં, તારામતી નામની રાણીની ભૂમિકા અન્ના સાલંકે ભજવી હતી. નિર્દેશક દાદા સાહેબ ફાળકે ફિલ્મની અભિનેત્રીની શોધમાં રેડ લાઇટ વિસ્તારમાં ગયા હતા. મૂવીમાં રાજા હરિશ્ચંદ્રની ભૂમિકા દત્તાત્રેય દામોદર દાબકેએ ભજવી હતી. ફિલ્મ પૂર્ણ કરવામાં દાદા સાહેબે સાત મહિના અને 21 દિવસનો સમય લીધો. તેમણે મુંબઈના દાદરમાં ફિલ્મ સેટ લગાવ્યો હતો.

3 મે, 1913 બોમ્બે માટે એક મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે

3 મે, 1913 બોમ્બે માટે એક મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. આકરા તાપ અને ગરમી સામે ઝઝૂમતા લોકોએ ગીરગાવના કોરોનેશન થિયેટરમાં ભારતની પહેલી ફિલ્મ રાજા હરિશ્ચંદ્રની ટિકિટ ખરીદવા લાઇનો લગાવી હતી. ફિલ્મ લગભગ 50 મિનિટની હતી. તેના પોસ્ટરો મરાઠી અને અંગ્રેજીમાં બનાવવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!