GSTV

સરકાર ભલે કહે બેડ ખાલી પણ છેક કરમસદ સુધી લઈ જવાયા દર્દીઓ, હવે 108ને મળ્યો આ પાવર

108

અમદાવાદમાં કોરોનાના કેસોમાં ભારે વધારો થતાં હાલ ચાલી રહેલી હૉસ્પિટલોમાં દાખલ કરવાની પદ્ધતિમાં પણ ઘરમૂળથી ફેરફારો કરી કઢાયા છે. દર્દી પોતે કઈ હૉસ્પિટલમાં દાખલ થવા માંગે છે તે પસંદગીને બહુ અવકાશ નથી રહ્યો, તેના બદલે હાલ કઈ હૉસ્પિટલોમાં જગ્યા છે, તેના આધારે જ 108 એમ્બ્યુલન્સ જે- તે હૉસ્પિટલ ઉપર દર્દીને લઈ જઈને દાખલ કરી દેશે. દર્દીની ગંભીર કે સામાન્ય સ્થિતિને ધ્યાને લઈને આ નિર્ણય લેવાશે.

આ અંગેની વિગતો એવી છે કે, કોરોન શરૂ થયો ત્યારથી જ દર્દીને જે- તે હૉસ્પિટલોમાં દાખલ કરાવવાની કામગીરી મ્યુનિ.ની એસવીપી હૉસ્પિટલ કરતી હતી. એસવીપી દર્દી પહોંચી જાય એટલે તેને તપાસીને એસવીપીમાં જગ્યા હોય તો ત્યાં દાખલ કરતા અથવા ખાનગી હૉસ્પિટલ કે સિવિલમાં રીફર કરવામાં આવતા હતા.

108ની સિસ્ટમમાં કરાયો ફેરફાર

108

પરંતુ સવારના સમયે એસવીપીના પ્રાંગણમાં 10- 10 108ની એમ્બ્યુલન્સની લાઇનો થઈ જતાં દર્દી દાખલ થાય ત્યાં સુધી તેને ઉભા રહેવું પડતું હતું. આ સંજોગોમાં 108નો રિસ્પોન્સ સમય ઘણો વધી જતો હતો. જેનો નીવેડો લાવવા સિસ્ટીમમાં ફેરફાર કરાયો હોવાનું ઉચ્ચ અધિકારીઓ જણાવે છે.

હવે નવી પદ્ધતિ પ્રમાણે 108ની ડૉક્ટરની ટીમ દર્દીને તેના ઘરે જ તપાસીને 108ના મુખ્ય કેન્દ્રના ડોક્ટર સાથે ચર્ચા કરશે. દર્દીની સ્થિતિ કેવી છે, બોલી ચાલી શકે છે ? ઓકસીજનની જરૂર છે ? આઇસીયુ બેડની જરૂર છે ? વગેરે નક્કી કરીને 108 એમ્બ્યુલન્સની સેન્ટ્રલ કમાન્ડ સિસ્ટીમમાં બેઠેલા ડોક્ટરને જાણ કરશે. જેના રિપોર્ટના આધારે દર્દીને સાદા બેડની જરૂર છે.

એચડીયુની જરૂર છે, આઇસીયુની જરૂર છે વગેરે નક્કી કરીને તે સૂચના આપે તે હૉસ્પિટલમાં દર્દીને 108ની ટીમ લઈને જશે અને ત્યાં દાખલ કરી દેશે, આજે મોટા ભાગે 108 એમ્બ્યુલન્સ દર્દીને લઈને સિવિલ, સોલા સિવિલ કે ગાંધીનગર સિવિલ જ ગઈ હતી તેનો અર્થ એ થયો કે ખાનગી હૉસ્પિટલોમાં તેમજ એસવીપીના મોટા ભાગના બેડ ભરેલા હતા.

અમદાવાદના દર્દીઓને ખેડા, કલોલ, કરમસદમાં મોકલવાનું ચાલુ

અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થતાં દર્દીઓની સંખ્યામાં અસામાન્ય વધારો નોંધાયો છે. અમદાવાદની હૉસ્પિટલો ઉપરાંત ગઈકાલે ગાંધીનગરની સિવિલ હૉસ્પિટલમાં 100 બેડ નક્કી કરાયા હતા,તે જ રીતે આજે બીજા કરમસદ હૉસ્પિટલમાં 175, ખેડાની હૉસ્પિટલમાં 50 અને કલોલની હૉસ્પિટલમાં 50 બેડ નક્કી કરી નાખવામાં આવ્યા છે.

અમદાવાદના દર્દીને હવે બહારગામની હૉસ્પિટલોમાં મોકલવાનું શરૂ થઈ ગયું છે. આજે કેટલાક દર્દીને 108 એમ્બ્યુલન્સ કરમસદ ખાતે લઈ ગઈ હતી. અગાઉ બહારગામના દર્દીઓ અમદાવાદ આવતા હતા, હવે અમદાવાદના દર્દીઓને બહારગામ લઈ જવાની ફરજ પડી રહી છે. આ વ્યવસ્થા જોતાં દર્દીઓની સંખ્યા જાહેર કરાય છે, તેના કરતા ઘણી મોટી હશે તેમ જણાય છે.

Read Also

Related posts

ગૃહમંત્રાલયે જાહેર કરી દેશના ટોપ પોલીસ સ્ટેશનોની યાદી, જાણો ગુજરાતનું એકેય છે કે નહીં !

Pravin Makwana

BIG NEWS : દીવ અને દમણ અને દાદરા નગર હવેલીમાં આ તારીખથી શાળા, કોલેજ અને કોચિંગ ક્લાસ શરૂ થશે

Nilesh Jethva

જ્હોન અબ્રાહમને મળ્યુ વધુ એક સન્માન, બન્યો પેટા ઇન્ડિયા પર્સન ઓફ ધ યર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!