GSTV

રાજ્યમાં કોરોનાના નવા 1078 નવા કેસ સાથે કુલ સંક્રમણ 67 હજાર નજીક, 50 હજાર જેટલા લોકોએ આપી છે કોરોનાને મ્હાત

રાજ્યમાં કોરોના મહામારીના આંકડાઓ સતત બુલેટ ગતિથી આગળ વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 16 દિવસથી કોરોના સંક્રમણની સંખ્યા 1 હજારની નીચે આવી નથી. રોજેરોજ નવા નવા કેસો આગળ વધી રહ્યા છે. રાજ્યમાં કોરોના મહામારીના કેસોમાં આજે વધુ 1078 નવા કેસ આવતાં કુલ આંક 66782ને પાર થઈ ગયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણને લીધે વધુ 23 લોકોના મોત થતાં કુલ આંક 2557 થયો છે. રાજ્યમાં છેલ્લા 16 દિવસમાં 17 હજારથી પણ વધારે નવા કેસ આવ્યા છે. રાજ્યમાં આજે વધુ 1046લોકો સાજા થતાં રજા અપાઈ ચૂકી છે. રાજ્યમાં સાજા થનારાની સંખ્યા 50 હજાર નજીક પહોંચી ગઈ છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 15 હજાર નજીક

રાજ્યમાં સતત નવા વધતા કેસો વચ્ચે એક્ટિવ કેસની સંખ્યામાં પણ સતત વધારો થતો રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા પણ 15 હજારની નજીક છે. રાજ્યમાં હાલ 14815 જેટલા એક્ટિવ કેસ છે. રાજ્યમાં તમામ પ્રયાસો છતાં 1 હજારથી વધુ નવા કેસોની સંખ્યા સતત 16 દિવસથી વધી રહી છે. એ પણ હકિકત છે. રાજ્યમાં ટેસ્ટિંગ વધતાં નવા નવા કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 16 દિવસમાં 400 જેટલા લોકોના મોત પણ થયા છે.

રાજ્યમાં છેલ્લા 16 દિવસની સ્થિતિ

તારીખનવા પોઝીટીવમોત 
21 જુલાઈ102634
22 જુલાઈ102028
23 જુલાઈ107828
24 જુલાઈ106826
25 જુલાઈ108122
26 જુલાઈ111021
27 જુલાઈ105222
28 જુલાઈ110824
29 જુલાઈ114424
30 જુલાઈ115922
31 જુલાઈ115323
1 ઓગસ્ટ 113624
2 ઓગસ્ટ 110122
3 ઓગસ્ટ 100922
4 ઓગસ્ટ 102025
5 ઓગસ્ટ 107823

દેશમાં 40 હજાર લોકોના કોરોનાને કારણે થયા મોત

દેશમાં કોરોના સંક્રમણનો આંક 19 લાખને પાર થયો છે તો સાથે સાથે 40 હજારથી વધુ લોકોના જીવ પણ કોરોનાથી ગયા છે. દેશમાં કોરોના સંક્રમણના સકત નવા નવા કેસો વધી રહ્યા છે. દેશમાં 29 જુલાઈ બાદ સંક્રમણના કેસો 50 હજારથી નીચે આંક આવ્યો નથી. છેલ્લા સપ્તાહમાં 3.75 લાખ જેટલા નવા પોઝીટીવ કેસ સાથે દેશમાં કુલ સંક્રમણનો આંક 19.21 લાખને પાર થઈ ગયો છે. દેશમાં સંક્રમણના આંકે માઝા મુકી છે. વિશ્વમાં અમેરિકા બ્રાઝિલ જેવા દેશોને પાછળ રાખીને ભારતમાં નવા કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાને મ્હાત આપી 12.92 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. તો 5.88 લાખથી વધુ લોકોમાં હાલ કોરોના એક્ટિવ છે.

મહારાષ્ટ્રમાં 16 હજારથી વધુ લોકોના થયા મોત

દેશમાં સૌથી વધુ સંક્રમિત મહારાષ્ટ્રમાં જ 4.58 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યાં સૌથી વધુ મોતની સંખ્યા પણ કોરોનાને કારણે મહારાષ્ટ્રમાં નોંધાઈ છે. મહારાષ્ટ્રમાં 16142 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. તામિલનાડુમાં પણ કોરોના સંક્રમણના વધુ 5175 નવા કેસ નોંધાતા કુલ આંક 2.73 લાખને પાર થયો છે. તામિલનાડુમાં 4461 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. તામિલનાડુમાં ચેન્નઈમાં સંક્રમણનો આંક 1 લાખને પાર થઈ ચૂક્યો છે.

દિલ્હીમાં પણ કોરોનાને કારણે મોતની સંખ્યા 4 હજારથી વધુ

દિલ્હીમાં વધુ નવા 1076 નવા કેસ નોંધાતા સંક્રમણનો આંક 1.40 લાખને પાર થયો છે. દિલ્હીમાં પણ કોરોનાને કારણે મોતની સંખ્યા 4044 થઈ ગઈ છે. ગુજરાતમાં પણ કોરોનાને કારણે મોતની સંખ્યા 2500ને પાર થઈ ગઈ છે. કર્ણાટકમાં 2700થી વધુ લકોના કોરોનાને કારણે મોત થયા છે.

READ ALSO

Related posts

વડોદરા/ કોરોનાની ગ્રાન્ટ ન ફાળવવા બાબતે જિલ્લા પંચાયતના પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત

Pravin Makwana

રાજ્યસભામાં મંગળવારનો દિવસ રહ્યો ઐતિહાસિક, સાડા ત્રણ કલાકમાં રેકોર્ડબ્રેક 7 બિલ પાસ

Dilip Patel

નહીં ડ્રગ્સની રિકવરી, નહીં મેડિકલ ટેસ્ટ, તો પણ NCBના ગાળીયામાં ફસાઈ રહ્યાં છે બોલિવૂડ સ્ટાર્સ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!