GSTV
Home » News » મોદીના ગુજરાતમાં સન્માન અને દલિતો પર અત્યાચાર મામલે 105 લોકોનું ધર્માતરણ, તંત્રની ચૂપકીદી

મોદીના ગુજરાતમાં સન્માન અને દલિતો પર અત્યાચાર મામલે 105 લોકોનું ધર્માતરણ, તંત્રની ચૂપકીદી

ગુજરાતમાં ફરી એક વાર ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉછળ્યો છે. સાબરકાંઠા જીલ્લામાં એક સાથે ૧૦૫ અનુસુચિત જાતના લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરતા વહીવટી તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. તો મહિલાઓએ સન્માન સહીત દલિતો પર થતા અત્યાચારને લઈને ધર્માંતર થયું હોવાને લઈને વહીવટી તંત્રે પણ ચુપકીદી સાધી લીધી છે.

સાબરકાંઠા જીલ્લાના ઇડરમાં દશેરાના દિવસે જ એક જાહેર કાર્યક્રમમાં ૧૦૫ અનુસુચિત જાતિના લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો. સ્થાનિક ગામોના મંદિરમાં અનુસુચિત જાતિના લોકોની પ્રવેશબંધી, દલિતો પર થતા અત્યાચાર સહિતના બનાવોને લઈને આ લોકો બૌદ્ધ ધર્મમાં જોડાયા છે.

મહારાષ્ટ્રમાં થયેલ દલિત બાળકની હત્યા, અરવલ્લી જીલ્લાના ખંભીસર ગામમાં દલિત યુવાનનો વરઘોડો રોકવાની ઘટના સહિતની આવી અનેકો ઘટનાઓ બાદ આ લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાની મંજુરી નાયબ કલેકટર પાસે માંગી હોવાનો તેમણે દાવો કર્યો છે. જો કે ધારાસભ્ય હિતુ કનોડિયાને સમગ્ર જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા..

ભાજપના મોટાગજાના નેતા અને પૂર્વ વિધાનસભા અધ્યક્ષ એવા રમણલાલ વોરાનો આ વિસ્તાર છે. હાલના ધારાસભ્ય હિતુ કનોડિયા અને રમણલાલ વોરા પણ અનુસુચિત જાતી સમાજમાંથી આવે છે. ત્યારે આ બંને નેતાઓએ લોકોને મળીને એમના પ્રશ્નો જાણવા જોઈએ. ક્યાં સંજોગોમાં એ લોકોએ ધર્મ પરિવર્તન કરવું પડ્યું એ જાણવું જોઈએ. જો કે ધારાસભ્ય હિતુ કનોડિયા આ જાણવાની જગ્યાએ ભારતના બંધારણની દુહાઈ દઈને છટકી ગયા. તો સાબરકાંઠા વહીવટી તંત્રે પણ આ મામલે ચુપકીદી સાધી લીધી છે.

READ ALSO

Related posts

નિર્ભયા કેસનો નરાધમ ચોંધાર આંસુએ પરિવારને મળી રડ્યો, માતા પણ રડતાં પત્નીએ બંનેને સંભાળ્યા

Bansari

રૂપાણી સરકારને ભાજપના સાંસદે ફરી ભરાવી, ગુજરાતમાં અધિકારીઓનું રાજ

Mansi Patel

IPL 2020: ખેલાડીઓને મળશે મોટી રાહત, IPL સીઝન 13માં જોડાયો આ નવો નિયમ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!