GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 10 નવા કેસ નોંધાયા, રાજ્યમા દર્દીઓની સંખ્યા 105

વૈશ્વિક મહામારી કોરોના વાયરસનો કહેર ગુજરાતમાં યથાવત છે, ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 105 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 10 નવા કેસ નોંધાયા છે. જેથી ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 105 પર પહોંચી ગઈ છે. તે સાથે જ રાજકોટમાં 1 દર્દીનું અવસાન થયુ છે. તો સાથે જ 4 દર્દી સાજા થઈને પોતાના ઘરે જતા રહ્યા છે.

રાજ્યમાં 10 નવા કેસ નોંધાયા

નવા કેસ આવ્યા છે તેમાં ભાવનગર 2, ગાંધીનગર 2, અમદાવાદમાં 5 અને પાટણમાં 1 કેસ નવો નોંધાયો છે. અત્યાર સુધીમાં 11 લોકોને ડિટચાર્જ કરવામાં આવ્યા છે, 84 દર્દીઓ સ્ટેબલ છે. ખાસ વાત છે કે, હલામાં 1 પણ પેશન્ટ વેન્ટીલેટર પણ નથી. ગુજરાત માટે સારા સમચાર છે કે, અમદાવાદની 80 વર્ષની મહિલા પણ કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે અને સાથે જ ગર્ભવતી મહિલાએ પણ કોરોના વાયરસથી સાજા થઈ ગયા છે.

રાજ્યમાં ક્યાં શહેરમાં કેટલાં કેસ?

શહેરકેસ
અમદાવાદ43
વડોદરા09
સુરત12
રાજકોટ10
ગાંધીનગર13
કચ્છ01
ભાવનગર09
ગીર-સોમનાથ02
મહેસાણા01
પંચમહાલ01
પાટણ01
પોરબંદર03

હજુ 20 દિવસ ચેતજો

  • હજુ 20 દિવસ ચેતજો : 31 પોઝિટિવના સંપર્કના 686 લોકો ક્વોરન્ટીનમાં છે
  • તંદુરસ્ત વ્યક્તિ માસ્ક ન પહેરે તેવું કહેનારી સરકારનો યુ ટર્ન, માસ્ક પહેરવો જ જોઈએ
  • સરકારે માસ્ક મામલે હવે પંદર દિવસે યુ ટર્ન લીધો છે.
  • હજુ પણ અમદાવાદ શહેર માટે આગામી 20થી 25 દિવસ ખૂબ જ મહત્ત્વના

ભારતમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. દેશમાં આજે 563 નવા કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ દિલ્હીના મરકજમાં યોજાયેલી તબલિગી જમાતના કારણે ભારતમાં કોરોનાની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ત્યારે દેશમાં એક જ દિવસમાં આટલા બધા કેસ નોંધાતા કેન્દ્ર સરકાર પણ ચિંતામાં આવી ગઈ છે. ગુજરાતમાં પણ કોરોના સંક્રમિતોનો આંક 105 પર પહોંચી ગયો છે.

ભારતમાં છેલ્લા અઠવાડિયામાં ત્રણ ગણા વધુ કેસ નોંધાયા

ભારતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. 6 દિવસ પહેલાં ભારતમાં 1000 કેસ સામે આજે 3108 કેસ નોંધાયા છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6 દિવસમાં ત્રણ ગણી વધી ચૂકી છે. જેમાં 86 લોકોના મોત થયા છે. તો હજુ પણ 2793 લોકોને કોરોના પોઝીટીવ છે. જ્યારે 229 લોકો કોરોનાથી મુક્ત થયા છે. દેશમાં સૌથી વધુ કન્ફર્મ કેસ મહારાષ્ટ્રમાં 490 નોંધાયા છે. જે ભારતના અંદાજિત 15 ટકાથી વધુ દર્દીઓ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 26 લોકોના મોત થયા છે. તો 50 લોકોને રિકવર પણ થયું છે. હજુ પણ મહારાષ્ટ્રમાં 414 કેસ એક્ટિવ છે. તામિલનાડુમાં પણ તબલિગી જમાતને કારણે કેસ એકાએક વધી જતાં કોરોના સંક્રમિતોની સંખ્યા 411 થઈ છે તો દિલ્હીમાં પણ 386 કેસ નોંધાયા છે. કેરાલામાં 295 કોરોના સંક્રમિત છે. ગુજરાતમાં પણ કોરોના સંક્રમિતોનો આંક 105 પર પહોંચી ગયો છે.

READ ALSO

 

Related posts

કાળઝાળ ગરમી: અમદાવાદ શહેરમાં 48 ક્લાક માટે અપાયું ઓરેન્જ એલર્ટ

pratik shah

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીની કોરોના મામલે યોજી પત્રકાર પરિષદ, મહત્વનાં નિર્ણય લેવાયા

pratik shah

સુરતમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે ફરી હિરા ઉદ્યોગ થયો શરૂ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!