GSTV
Home » News » 103 વર્ષની ઉંમરે કર્યું એવું કામ જે 30 વર્ષે પણ કોઈ ના કરી શકે

103 વર્ષની ઉંમરે કર્યું એવું કામ જે 30 વર્ષે પણ કોઈ ના કરી શકે

કહેવાય છે કે કંઈક કરવાની ઈચ્છા હોય તો ઉંમરનો બાદ ક્યારેય આવતો નથી. એનું એક ઉદાહરણ અમેરિકાની જુલિયા હોકિન્સ છે, તેની ઉંમર 103 વર્ષ છે. પણ સતત તે પ્રતિયોગિતાઓમાં જીત હાંસિલ કરતી હોય છે. તાજેતરમાં જ તેણે પાછલા વર્લ્ડ રેકોર્ડથી થોડા વધુ સમય સો મીટરની રેસ જીતીને મિસાલ બનાવી છે.

જણાવીએ કે 2017માં જુલિયા હોકિન્સે થોડા સમયમાં સો મીટરની રેસનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. 2019માં તેણે ન્યૂ મોક્સિકો સ્થિત Albuquerqueમાં આયોજિત સીનિયર ગેમ્સમાં હોકિન્સને 50 મીટર અને 100 મીટર બંને રેસમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. વર્ષ 2017માં તેણે વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો, જેના પછી તેમને HURRICANEનું નામ આપવામાં આવ્યું.

Good Morning Americaથી વાત કરતાં હોકિન્સ કહે છે કે, મૈં જે પણ કર્યું છે, તેનાથી રોમાંચિત છું. પરંતુ જેટલું કર્યું તે સારું નથી કર્યું. તમને જણાવીએ કે હોકિન્સ ચાર બાળકોની માતા છે, ત્રણ બાળકોની દાદી છે અને ત્રણ બાળકોની પરદાદી પણ છે. જેને ઘણી પ્રતિયોગિતામાં ભાગ લીધો છે અને ઘણા બધા એવોર્ડ પણ જીત્યા છે.

તે સો વર્ષની ઉંમરમાં દોડવા માટે નીકળી. નેશનલ સીનિયર ગેમ્સ એસોશિએશન મુજબ તે અમેરિકન ટ્રેક પર દોડનારી સૌથી વધુ ઉંમરલાયક મહિલા છે. તે કહે છે કે હું વ્યસ્ત રહું છું, ચાલે પણ છે. હું કોઈ વિશેષ કસરત નથી કરતી. સાથે તેણે બતાવ્યું કે પહેલા કસરત કરતી હતી, પરંતુ હવે કસરતની જરૂર નથી.

હોકિન્સ કહે છે કે હંમેશાં જમવાનું અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. તે વધુ સમય ઘરના બગીચામાં કામ કરે છે. હોકિન્સના પતિએ તેના માટે એક બોક્સ બનાવ્યું છે, જેમાં તે પોતાના મેડલ રાખી શકે. તેમને આગળની રેસની વાત કરવામાં આવી તો કહ્યું કે મને નથી ખબર. જ્યારે તમે 103 વર્ષના થાવ ત્યારે દરેક દિવસ ચમત્કાર જેવો હોય છે.

Read Also

Related posts

રાહુલે ભાજપના આ સીએમને દેશના સૌથી ભ્રષ્ટ વ્યક્તિ ગણાવ્યા, પીએમને પણ ઝાટક્યા

Nilesh Jethva

એમેઝોનથી કર્યો હતો વિડિયો ગેમનો ઓનલાઈન ઓર્ડર, પાર્સલમાં જે આવ્યું તે જોઈને……

pratik shah

કર્ણાટકમાં કોંગ્રેસને ઝટકો, સિદ્ધારમૈયાએ સોનિયા ગાંધીને મોકલ્યુ રાજીનામુ

Karan
Do NOT follow this link or you will be banned from the site!