GSTV
Gujarat Government Advertisement

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Last Updated on May 14, 2021 by Pritesh Mehta

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું ઘર્ષણ હવે યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે. હમાસ અને ઇઝરાયેલ દ્વારા એકબીજા પર કરવામાં આવેલા હુમલામાં અત્યાર સુધીમાં 103 લોકો મોતને ભેટ્યા છે. જેમાં 27 બાળકો પણ સામેલ છે. જ્યારે 580 લોકો ઘાયલ થઇ ગયા છે. મૃતકોમાં 7 ઇઝરાયેલી છે. બાકીના પેલેસ્ટીનિયન છે. જે ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇકમાં મોતને ભેટ્યા છે.

હમાસ

ઇઝરાયેલે પોતાની આર્મી અને ટેંકસને ગાઝા પટ્ટીની પાસે તૈનાત કરવાનું શરૂ કરી દીધું છે. એરફોર્સે પણ એક્ટિવિટી વધારી દીધી છે. ઇઝરાયેલી આર્મીના પ્રવક્તાએ જણાવ્યું કે અમે કોઇ પણ યુદ્ધ માટે તૈયારી છીએ. ઇઝરાયેલી આર્મીએ જણાવ્યું કે ગાઝા પટ્ટી તરફથી અત્યાર સુધીમાં 1 હજાર 750 રોકેટ ફાયર કરવામાં આવ્યા છે. જ્યારે કે તેની સામે ઇઝરાયેલી સેનાએ 600 વખત એર સ્ટ્રાઇક કરી છે.

ઈઝરાયેલે

તો યુદ્ધની સાથે સાથે ઇઝરાયેલમાં તોફાનો પણ ફાટી નીકળ્યા છે. ઇઝરાયેલી પોલીસે હવે તોફાની તત્વો સામે કડક હાથે કામ લેવાનું શરૂ કરી દીધું છે.  ઇઝરાયેલના રક્ષા પ્રધાન બેની ગાટ્ઝે તોફાની તત્વો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. ઇઝરાયેલ અને પેસ્ટાઇનની વચ્ચે શરૂ થયેલી આ જંગ બાદ ઇઝરાયેલના ઘણા શહેરોમાં યહૂદીઓ અને અરબી મુળના લોકો વચ્ચે ઘર્ષણ થયું છે.

ઈઝરાયેલે

ઇઝરાયેલમાં તોફાની તત્વો પોલીસ સ્ટેશનને નિશાન બનાવી રહ્યા છે. તોફાનોના સૌથી વધારે બનાવ જેરૂસલેમ, હાઇફા, સખનિન શહેરમાં સામે આવ્યા છે. એક શહેરમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. 1966 બાદ પહેલી વખત અહીં તોફાનો બાદ ઇમરજન્સી લગાવવામાં આવી છે. આ તોફાનોમાં ઇઝરાયેલના 36 પોલીસકર્મી ઘાયલ થયા છે. ઇઝરાયેલની પોલીસે તોફાનોમાં સામેલ 400થી વધુ લોકોની ધરપકડ કરી છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે તેમણે આ પ્રકારના તોફાનો છેલ્લા અનેક દાયકામાં ક્યારેય નથી જોયા. ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ જણાવ્યું છે કે જો સ્થિતિ પોલીસના હાથમાંથી બહાર જશે તો પછી દેશની અંદર આર્મી તૈનાત કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave

વીડિયો કોલમાં યુવતી સાથે વર્ચ્યુઅલ સેક્સ માણતા વડોદરાના વકીલનો વીડિયો વાયરલ

Zainul Ansari

ચોમાસુ આવતા અમદાવાદમાં ભુવાનુ ભૂત ધુણવા લાગે છે, ચાલુ વર્ષે શહેરમા કુલ નાના-મોટા 32 ભુવા પડ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!