102 વર્ષની ઉમરે લગાવી 14,000 ફૂટથી છલાંગ, કઈ રીતે એ પણ જુઓ

ઘણીવાર વૃદ્ધો અમુક એવા સાહસ કરતા હોય છે કે યુનાવો પણ કરતા ડરતા હોય છે. એવું જ કંઈક થયું વિદેશની ધરતી પર. ઑસ્ટ્રેલિયામાં 102 વર્ષની એક વૃદ્ધ સ્ત્રીએ એ કરી બતાવ્યું છે કે જે કરવાની હિંમત યુવાનની પણ ન થાય. આ વૃદ્ધ મહિલાનું નામ ઇરેન ઓસી છે. તેણે 14,000 ફૂટની ઉંચાઈ પરથી કૂદકો લગાવ્યો છે. એવું માનવામાં આવે છે કે આ કરીને તે વિશ્વની સૌથી ઉમરલાયક સ્કાય ડાઇવર બની ગઈ છે.

દક્ષિણ ઑસ્ટ્રેલિયામાં ઇરેનેનું કહેવું છે કે 220 કિ.મી.ની ગતિએ ડાઇવ કરવું એને સામાન્ય લાગ્યું. તેમણે તેનાં 100માં જન્મદિવસ પર પ્રથમ વખત ડાઇવિંગ કર્યું હતું. આયોજકો એવો દાવો કરે છે કે તેમણે 102 વર્ષની ઉમરે તેણે ઇતિહાસના પાને તેમનું નામ નોંધાવી લીધુ છે.

ઇરેને કહ્યુ કે “આસમાન એકદમ સ્પષ્ટ હતુ અને હવામાન પણ સારું હતું, પરંતુ ખૂબ જ ઠંડી હતી.”

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter