GSTV
Home » News » 102 Not Out Movie Review : જીવનની વાસ્તવિકતા દર્શાવે છે અમિતાભ-ઋષિની આ ફિલ્મ

102 Not Out Movie Review : જીવનની વાસ્તવિકતા દર્શાવે છે અમિતાભ-ઋષિની આ ફિલ્મ

ઓહ માય ગોડના ડાયરેક્ટર ઉમેશ શુક્લાની વધુ એક ફિલ્મ 102 નૉટ આઉટ થિયેટરોમાં આવી ગઇ છે. ફિલ્મમાં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર મુખ્ય ભુમિકામાં છે. ઉમેશ શુક્લાની આ પહેલી એવી ફિલ્મ છે જેમાં 60 વર્ષની ઉંમર પાર કરી ચુકેલા અભિનેતા લીડ રોલમાં છે. ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ તરફથી પાંટ માંથી ત્રણ સ્ટાર આપવામાં આવ્યા છે. અમિતાભ બચ્ચન હિન્દી સિનેમામાં અનેક સુપરહિટ ફિલ્મો આપી ચુક્યા છે. ફિલ્મ 102 નૉટ આઉટ પાસે આશા રાખવામાં આવી રહી છે કે ફિલ્મ બૉક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરશે.

સૌમ્યા જોશીએ લખેલા સુપ્રસિદ્ધ ગુજરાતી નાટક પર આધારિત આ ફિલ્મ બે વૃદ્ધોના જીવન પર આધારિત છે. ફિલ્મમાં તેમનું એકલાપણું અને ભાવનાઓ દર્શાવવામાં આવ્યાં છે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો ફિલ્મમાં બાબુલાલ વખારિયાના પાત્રમાં જોવા મળતા ઋષિ કપૂર 75 વર્ષના એક સનકી વૃદ્ધના પાત્રમાં છે તો અમિતાભ બચ્ચને બાબુ લાલા વખારિયાના પિતા દત્તાત્રેય વખારિયાનું પાત્ર ભજવ્યું છે જેની ઉંમર 100 વર્ષથી વધુ છે.

બાબુલાલ ઘડિયાળના કાંટે કામ કરતો વ્યક્તિ છે. તેના જીવનમાં એક માત્ર ખુશી તેના એનઆરઆઇ દિકરાનો પરિવાર છે. જો કે બાબુના દિકરો દર વર્ષે પોતાના પિતાને મળવાનું વચન આપે છે પરંતુ ગત 17 વર્ષથી તે આવ્યો નથી. તેવામાં દત્તા એક મસ્તમૌલા વ્યક્તિ છે. આ વચ્ચે દત્તા પોતાના દિકરા સામે કેટલીક શરતો મુકી દે છે અને કહે છે કે જો તેણે આ શરતો પૂરી ન કરી તો તે પોતાના દિકરાને વૃદ્ધાશ્રમ મોકલી દેશે. આ શરતોને જાણવા માટે અને શા માટે એક વૃદ્ધ પિતા પોતાના દિકરાનું જીવન બદલવા ઇચ્છે છે તે જાણવા માટે તમારે સિનેમા ઘરોમાં જવુ પડશે. અમિતાભ અને ઋષિનો અભિનય દમદાર છે આ સાથે જ ફિલ્મનું સંગીત પણ સુમધુર લાગે છે જેને સલીમ-સુલેમાને આપ્યું છે.

Related posts

મતદાનનાં એક દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં કર્યો પ્રચાર , કોંગ્રેસને ચૂંટણી પંચે ફટકારી નોટિસ

Mansi Patel

તેજપ્રતાપના ગાર્ડ્સે મીડિયાના કર્મચારીઓ સાથે કરી મારપીટ, તેજપ્રતાપનો આરોપ- ‘મારા પર કરવામાં આવ્યો જીવલેણ હુમલો’

Arohi

કાલે BJPના લોકો 500 રૂપિયા આપીને આંગળી પર સ્યાહી લગાવી ગયા, કહ્યું- કોઈને કહેતા નહીં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!