GSTV
Auto & Tech Trending

મહિનામાં 100GB થી વધુ ડેટા અને ફ્રી કોલ આપે છે આ ખાસ પ્લાન, જાણો શું છે ફાયદો

રિચાર્જ

જો તમારે ડેટાની વધુ જરૂર પડે છે તો અમે તમને એક ખાસ રિચાર્જ પ્લાન જણાવવા જઈ રહ્યા છીએ. આ પ્લાનમાં તમને મહીના ભરમાં 100GBથી વધુ ડેટા મળે છે. અહી રિચાર્જ પ્લાન વોડાફોન આઈડિયાનો છે. વધુ ડેટા ઉપરાંત યુઝર્સને ફ્રી કોલિંગ અને બીજા ફાયદા મળે છે.

આ પ્લાન ખૂબ ફાયદાનો છે. વોડાફોનનો આ પ્લાન 299 રૂપિયાનો છે. હાલ ડબલ ડેટા ઓફર હેઠળ આ પ્લાનમાં દરરોજ 4GB ડેટા આપવામાં આવે છે. કોઈ બીજી ટેલિકોમ કંપનીમાં 28 દિવસ વાળા પ્લાનમાં તેનાથી વધારે ડેટા નથી આપવામાં આવતો. તો આવો જાણીએ કે વોડાફોન આ પ્લાનમાં યુઝર્સને કયા કયા ફાયદા આપે છે.

પ્લાનમાં મળે છે 112GB ડેટા

વોડાફોનનો 299 રૂપિયા વાળો રિચાર્જ પ્લાન 28 દિવસ ચાલે છે. પ્લાનમાં ડબલ ડેટા ઓફર હેઠળ દરરોજ 4GB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ હિસાબથી પ્લાનમાં લગભગ મહિનામાં 112GB ડેટા મળે છે. પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગનો પણ ફાયદો મળે છે. એટલે કે યુઝર્સ દેશ ભરમાં કોઈ પણ નંબર પર ફ્રીમાં કોલ કરી શકે છે.

પ્લાન રિચાર્જ કરનાર લોકોને દરરોજ 100 SMS પણ મળે છે. એટલે કે યુઝર્સ કુલ 2800 SMS એસએમએસ મોકલી શકે છે. આ ઉપરાંત આ પ્લાનમાં યુઝર્સને 499 રૂપિયાનો વોડાફોન પ્લેનું સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે. સાથે જ 999 રૂપિયા વેલ્યુ વાળો ZEE5નું સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે.

દરરોજ 4GB ડેટા આપતો વોડાફોનનો બીજો પ્લાન

વોડાફોનના 2 અન્ય પ્લાનમાં યુઝર્સને ‘ડબલ ડેટા ઓફર’ હેઠળ દરરોજ 4GB ડેટા મળે છે. પહેલો પ્લાન 449 રૂપિયાનો છે. આ પ્લાન 56 દિવસ ચાલે છે. આ પ્લાનમાં યુઝર્સને ટોટલ 224GB ડેટા મળે છે. પ્લાનમાં ફ્રી કોલિંગ, દરરોજ 100SMS આપવામાં આવે છે. સાથે જ ફ્રીમાં વોડાફોન પ્લે અને ZEE5નું સબ્સક્રિપ્શન પણ મળે છે.

ડેલી 4GB ડેટા વાળો વોડાફોનનો બીજા પ્લાન 699 રૂપિયા વાળો છે. આ પ્લાન 84 દિવસ માટે છે. આ પ્લાનમાં યુઝર્સને ટોટલ 336GB ડેટા આપવામાં આવે છે. આ પ્લાનમાં બાકીના બેનિફિટ્સ 299 અને 449 રૂપિયા વાળા પ્લાન જેવા જ છે.

Read Also

Related posts

ક્રિકેટ/ વોશિંગ્ટન સુંદરની જગ્યાએ ટીમ ઈન્ડિયામાં શામેલ કરાયો આ ઘાતક ખેલાડી, કેરિયરમાં પ્રથમ વખત મળ્યું સ્થાનઃ બીસીસીઆઈએ કરી જાહેરાત

GSTV Web Desk

કુશ્તીબાજ દિવ્યા કાકરાનને સહાય મુદ્દે નવો ટ્વિસ્ટ, ભાજપનો પ્રચાર કરનાર આપને કરે છે બદનામ

GSTV Web Desk

સ્માર્ટફોન ધમાકા/ Moto G32ની ખરીદી પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, 12,000 રૂપિયા સુધીનો આ રીતે મેળવો ફાયદો

Hardik Hingu
GSTV