GSTV

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં 1009 કેસ સાથે 22 દર્દીના મોત

કોરોના

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1009 કેસ નોંધાયા છે. તો આજે કુલ 22 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 11, અમદાવાદમાં 6 દર્દીના મોત થયા છે. તો ભાવનગર, જૂનાગઢ, કચ્છ, રાજકોટ અને વડોદરામાં 1-1 દર્દીના મોત થયા છે. આમ રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 2509 થઇ ચૂક્યો છે. તો હાલમાં 83 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 974 દર્દીઓને રજા આપવાની સાથે આજદિન સુધીમાં કુલ 47 હજાર 561 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 258, અમદાવાદમાં 151 કેસ, વડોદરામાં 98 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યા છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 19 હજાર 769 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 8 લાખ 34 હજાર 104 ટેસ્ટ કરવામા આવ્યા છે.

અમદાવાદમાં માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારને લઈને લેવામાં આવ્યો અગત્યનો નિર્ણય

અમદાવાદ શહેરના માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારને લઈને અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા આજે શહેરના એક વિસ્તારને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાંથી દુર કરવામાં આવ્યો છે જ્યારે અન્ય ચાર વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. અમરાઈવાડીના એક વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી દુર કરવામાં આવ્યો છે જ્યારે સહદેવ એપાર્ટમેન્ટ મણીનગર, ધર્મદેવ સોસાયટી, રામરાજ્યનગર ઈન્દ્રપુરીરી અને નંદવન જોધપુરમાં કેસો સામે આવતા અહિયા માઈક્રો કન્ટેન્મેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ભરતસિંહ સોલંકીએ કોરોનાને મહાત આપી

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ કોરોનાને મહાત આપી છે. કોરોનાને મહાત આપી છે તેમ છતાં ભરતસિંહ સોલંકીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી. કારણ કે હજુ પણ તેમની તબિયત નાજુક છે. એન્ટિબાયોટિક દવાની અસર થતા તેઓને રજા આપવામાં આવી નથી. એન્ટિબાયોટિકની અસર ભરાતસિંહને કિડની પર થઈ છે. જેના લીધે હાલ ખાનગી હોસ્પિટલમાં ભરતસિંહની સારવાર ચાલુ છે.

પોલીસ ભવન કચેરી 15 દિવસ માટે બંધ

વડોદરા પોલીસ ભવનમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. પોલીસ ભવન કચેરી 15 દિવસ માટે બંધ કરાઇ છે. મુલાકાતીઓ અને અરજદારોનાં પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. માત્ર પોલીસકર્મીઓ અને વહીવટી કર્મચારીજ ભવનમાં જઇ શકશે. સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટની ઓફિસ પણ શિફ્ટ કરાઇ છે. પોલીસ ભવનમાં જ પોલીસ કમિશનરની ઓફિસ આવેલી છે.

અમીત શાહના સારા સ્વાસ્થ્ય માટે મહામૃત્યુંજય જાપ

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારે તેમની તબિયત સ્વસ્થ રહે તે માટે મહામૃત્યુંજય જાપ કરવામા આવી રહ્યાં છે. અમીત શાહના સારા સ્વસ્થાય માટે સતાધાર વિસ્તારના જોગણીમાં ના મંદિર ખાતે મહામૃત્યુંજયના જાપ કરવામાં આવી રહ્યા છે. અમિત શાહ કોરોનાની બીમારીમાંથી જલ્દીથી બહાર આવે તેના માટે મહામૃત્યુંજ્યના જાપ એક અઠવાડિયા સુધી કરવામા આવશે.

READ ALSO

Related posts

સરકારે જાહેર કરેલા રાહત પેકેજને ખેડૂતોએ ગણાવી લોલીપોપ, વીમા કંપનીઓ પર દબાણ કરી વીમો અપાવવા કરી માગ

Nilesh Jethva

અમરેલીનો સુરવો ડેમ ફરી ઓવરફ્લો, નિચાણવાળા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ

Nilesh Jethva

હજુ 5 દિવસ રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિગ રહેશે ચાલું, આ વિસ્તારમાં પડશે સૌથી વધુ અસર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!