GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

100 વર્ષના આ દાદીમાં ખરા અર્થમાં છે આત્મનિર્ભર, પોતાની મહેનતથી જ ચલાવે છે ગુજરાન

લોકડાઉનના સમયમાં ખાસ કરીને ગરીબો અને શ્રમિકો તેમના પરિવારના ગુજરાન માટે મદદની આશા રાખતા હતા. પરંતુ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને ડુંગર પર ઉંચે રહેતા 100 વર્ષના દાદીમા એવા છે કે જેઓ આ ઉંમરે પણ બીજાની મદદ સ્વીકારતા નથી. અને આત્મનિર્ભર રીતે પોતાનું કામ પોતાની જાતે જ કરે છે.

ચારે તરફ ડુંગરાની હારમાળા. ડુંગર ઉપર કાચા મકાનમાં રહે છે એક આદિવાસી પરિવાર. પરિવારમાં 100 વર્ષના દાદીને તેમના બે દિકારા પણ છે. પણ ઘરમાં એક ભાગમાં દાદીમા તેમના બંને દિકરાથી અલગ રહે છે. આ દાદીમા તેમના આ ઉંમરે પણ જીવન નિર્વાહ માટે જંગલમાં જઇ મહુડાના ફૂલ, ડોળી, કોકમના ફૂલ જેવી ચીજ વસ્તુ લઈ આવે છે. આ ચીજવસ્તુઓ ગામથી 20 કિલોમીટર દૂર ક્વાંટ જઈ વેચે છે. અને જે પૈસા મળે તેમાંથી ખાવાપીવાની વસ્તુઓ લાવી પોતાનો નિર્વાહ ચલાવે છે.

બે દિકરા અને તેમનો પરિવાર હોવા છતાં દાદીમાં પોતાનું જમવાનું જાતે જ બનાવે છે. એટલું જ નહીં પથરાર રસ્તા પર ભલભલાના હાંજા ગગડી જાય તેવા રસ્તા પર ધોમધખતા તાપમાં ઉઘાડા પગે ચાલીને એક બેડું પાણી લઈ આવે છે. ચૂલો સળગાવવા જાતે જ જંગલમાંથી લાકડા લઈ આવે છે. એવું નથી કે બંને દિકરાઓએ તેમને તરછોડી દીધા છે.. પરિવારના સભ્યો તેમને કામ ન કરવા અને ઘરમાં આરામ કરવાનું કહે છે. પરંતુ શતાયુ દાદીમાનો એવી ખુમારી છે કે પગ ચાલે ત્યાં સુધી કામ કરતાં રહેવાનું અને કોઈનો સહારો ન લેવાનું નિર્ધાર કર્યું છે. આ ઉંમરે તેઓ ખેતી કામમાં પણ પરિવારને મદદ કરે છે. એટલું જ નહીં પરિવારને પૈસાની જરૂર પડે તો દાદીમાં તેની પણ મદદ કરે છે.

છોટાઉદેપુર જિલ્લામાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ જરૂરીયાતમંદોને મદદ કરવા આગળ આવી હતી. પરંતુ જ્યારે જૈન મુની રાજેન્દ્ર મુનિ મહારાજ સાહેબ આ દાદીમાને મળ્યા ત્યારે તેમને અલગ જ અનુભવ થયો. ગમે તેવી મહામારી હોય પરંતુ સ્વબળ હોય તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ જીવન નિર્વાહ કરી શકાય છે. તેનું આ શતાયુ દાદીમાં જીવનભર આત્મનિર્ભર બની સમાજ માટે પ્રેરણારૂપ બન્યા છે.

READ ALSO

Related posts

મંત્રીમંડળમાં સિંધિયા સમર્થકોને જોઈએ છે મલાઈદાર વિભાગો, ભાજપના નેતાએ કહી આ મોટી વાત

Mansi Patel

ક્યાંય તમે તો નથી છેતરાયાને ?, અમદાવાદમાં જાણીતી કંપનીના ડુપ્લીકેટ માસ્કનો જથ્થો ઝડપાયો

Nilesh Jethva

પાકિસ્તાનને લાગશે મોટો આંચકો, યુરોપિયન દેશો બાદ હવે આ મહાસત્તાએ પણ PIAની ફ્લાઈટ પર લગાવ્યો પ્રતિબંધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!