GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

કેરી અને અથાણું ખરીદતાં ખાસ રાખજો સાવધાની : આ ગામમાં સરપંચનું અથાણું મોંઘું પડ્યું, 100 લોકો હોમ ક્વોરંટિન

હાલમા કેરીની પીક સિઝન ચાલી રહી છે. દેશમાં કેરીનું મૂલ્યવર્ધન કરીને અથાણાં પણ બનાવવામાં આવે છે. દેશમાં એક ગામમાં કેરીના અથાણાંને લઈને લોકોમાં ચિંતા પેઠી છે. મહેબૂહ નગરના નવાબપેટ મંડળ સ્થિત એક ગામમાં અથાણાંને લઈને હડકંપ મચી ગયો છે. હકિકતમાં ગામના સરપંચે કેટલાક દિવસો પહેલા 4 હજાર લોકોને કેરીના અથાણાંનું વિતરણ કર્યું હતું. હવે સામે આવ્યું છે કે અથાણું વેચનાર અને અથાણું બનાવનાર રસોઈયો બંને કોરોના પોઝીટીવ આવ્યા છે. આ પછી 100 ગામલોકોને હોમ ક્વોરન્ટિન માટે મોકલવામાં આવ્યા છે.

અથાણું ખાવાથી તેમને વાયરસ નહીં થાય

એક તરફ આરોગ્ય વિભાગના કર્મચારીઓ કોરોના વાયરસના ફેલાવાના ભયને ઘટાડવાનું કામ કરી રહ્યા છે. ત્યાં કોલ્લુરમાં વાયરસના સંક્રમણથી લોકોએ પોતાની દુકાનો બંદ કરી ધીધી છે. ગામજનોએ  સંક્રમણના ડરથી અથાણું શુદ્ધા ફેંકી દીધું છે. તેલંગાણામાં કેરીનું અથાણું ઉનાળામાં ખૂબ જ લોકપ્રિય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે 112 ગામલોકો તેમના ઘરોમાં હોમ કોરન્ટાઈન થયા છે.   જિલ્લા તબીબી અને આરોગ્ય અધિકારી (ડીએમએચઓ) ડો.કે.કૃષ્ણાએ માહિતી આપી હતી કે હજી સુધી કોઈ ગ્રામીણમાં કોરોના પોઝીટીવ આવ્યો નથી. ડીએમએચઓએ કહ્યું કે, ગભરાવાની જરૂર નથી, પરિસ્થિતિ નિયંત્રણમાં છે. હા, અથાણાં ખાધા પછી કેટલાક ગ્રામજનો જરૂર ભયભીત થયા છે પરંતુ અમે તેમને સલાહ આપી અને સમજાવ્યું કે અથાણું ખાવાથી તેમને વાયરસ નહીં થાય.

Corona

સરપંચે 12 લોકોને ભેગા કરી કેરીનું અથાણું બનાવ્યું

અધિકારીઓના જણાવ્યા અનુસાર સરપંચ અને તેના પતિએ ગામના તમામ ઘરોમાં અથાણાં વહેંચવાની યોજના બનાવી હતી.. તેઓ કેરીનું અથાણું બનાવનાર ટ્રેડરને મળવા માટે શાદપુર ગય હતા. શાદપૂર- કોલ્લુરથી 52 કિમી દૂર છે. એક ટ્રેડરે અથાણાં બનાવવા માટે બે રસોઈયાની વ્યવસ્થા કરી અને તેઓ ગામમાં ગયા. સરપંચે 12 લોકોને ભેગા કરી કેરીનું અથાણું બનાવ્યું હતું. આ દરમિયાન બે ક્વિન્ટલ અથાણું બનાવવામાં આવ્યું હતું. કેટલાક લોકોએ તે જ દિવસે અથાણું ચાખ્યું હતું. બીજા લોકોએ બીજા દિવસે અથાણું ખાધું, જ્યારે કેટલાક લોકો અથાણાં બરણીમાં સ્ટોર કરીને ઘરે લઈ ગયા. જ્યારે ગ્રામજનોને જાણવા મળ્યું કે વેપારી અને રસોઈયો બંનેમાં કોરોના સકારાત્મક  છે ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા. એક અધિકારીએ કહ્યું,  આ અથાણું બનાવવાનો ઓર્ડર મળતાં પહેલાં વેપારી રસોઈયા સાથે હૈદરાબાદના જીયાગુડા આવ્યો હતો. તેનું સેમ્પલ લેવાયું હતું. જેમાં તે પોઝીટીવ આવ્યો હતો. 

Read Also

Related posts

ડુપ્લીકેટ પ્રમાણપત્ર બનાવવા ષડ્યંત્રમાં એસઓજીએ વધુ નવ આરોપીઓની કરી ધરપકડ

Nilesh Jethva

મહારાષ્ટ્રમાં કોરોનાએ હાલત બગાડી, નવા 6555 કેસ, 151નાં મોતથી હાહાકાર

Pravin Makwana

લાંચ કેસ : PSI શ્વેતા જાડેજાના બનેવી ભૂગર્ભમાં, આરોપી કેનલ શાહ વિરુદ્ધની તપાસના રેકોર્ડ પોલીસે કર્યો કબ્જે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!