GSTV
Home » News » ચીનના કોરોના વાયરસે ગુજરાતના માતા- પિતાની ઉંઘ ઉડાડી, ડોક્ટર બનવા ગયેલા બાળકો ક્યાંક દર્દી ન બની જાય

ચીનના કોરોના વાયરસે ગુજરાતના માતા- પિતાની ઉંઘ ઉડાડી, ડોક્ટર બનવા ગયેલા બાળકો ક્યાંક દર્દી ન બની જાય

ચીનમાં ફાટી નીકળેલો કોરોના વાયરસ ગુજરાતના ઘણા શહેરોમાં પણ ડર પ્રસરાવી રહ્યો છે. કેમકે ચીનમાં એમબીબીએસ કરવાનો ગુજરાતી વિદ્યાર્થીઓનો ટ્રેન્ડ હવે આ સ્થિતીમાં ભારે પડી રહ્યો છે. આવા જ કેટલાક મહેસાણા જિલ્લાના વિદ્યાર્થીઓ ચીનમાં કોરોના વાયરસના ચુંગાલના કારણે ફસાઇ ગયા છે. ચીનના વુહાનમાં કોરોના વાયરસથી પ્રસરેલો ભય હવે ગુજરાતમાં ઘણા માતાપિતાને ફફડાવી રહ્યો છે. કેમકે ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ ચીનમાં ઉચ્ચ અભ્યાસ કરવા ગયા છે તેઓ ફસાઇ ગયા છે.

આવા જ મૂળ વડનગરના બે ભાઇ –બહેન બિરવા અને મિથિલ પટેલ ચીનના વુહાન સીટીમાં ફસાઇ ગયા છે. બિરવા પટેલ અને મીથિલ પટેલ બંને ભાઇ બહેન છેલ્લા 1 વર્ષથી ચીનના વુહાન સીટીમાં અભ્યાસ અર્થે ગયા છે. ત્યારે હાલમાં કોરોના વાયરસના કેરના કારણે બંને ભાઇ-બહેન ચીનમાં જ અટવાયા હોવાથી તેમનો વડનગર સ્થિત પરિવાર ચિંતામાં મૂકાયો છે. જેથી બિરવા અને મિથિલના પિતાએ લોકસભાના સાંસદ શારદાબેન અને ધારાસભ્ય આશા પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે અને તેમના બંને સંતાનોને ભારત પરત લાવવા માંગ કરી છે.

તો મહેસાણા નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકીની દિકરી કિનલ સોલંકી ચીનના વુહાન શહેરથી 200 કિલોમીટર દૂર આવેલી કોલેજમાં ફસાઇ છે. કિનલ સોલંકી એમબીબીએસના અભ્યાસ અર્થે ચીન ગઇ છે. હાલમાં ચીનમાં કોરોના વાયરસનો તરખાટ છે આ સ્થિતીમાં ચીનમાં વેકેશન ટૂંકાવી દેતા ભારતીય વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે. હાલમાં સ્થિતી એવી છેકે ચીન અભ્યાસ ગયેલા વિદ્યાર્થીઓને હોસ્ટેલની બહાર નીકળવા ન દેવાતા ખાવા પીવાની ભારે તકલીફો પડી રહી છે. ત્યારે મહેસાણાથી મોકલાયેલા નાસ્તાથી પેટ ભરીને વિદ્યાર્થીઓ દિવસો ગાળી રહ્યા છે. ત્યારે ચીનમાં પોતાની દિકરી ફસાતા પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ એમ્બેસી સહિત કોલેજના ડિનને પત્ર લખીને રજૂઆત કરી છે.

જેમાં પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ સરકારમાં રજૂઆત કરીને તેમની દિકરીને પરત લાવવા માંગ કરી છે. નહીં તો પોતાના જોખમે દિકરીને પરત લાવવા નિર્ધાર કર્યો છે. ચીનમાં કોરોના વાયરસના ચુંગાલમાં આવી ગયેલા અનેક લોકોના મોત થઇ ચૂક્યા છે ત્યારે ગુજરાતના ફસાયેલા આ વિદ્યાર્થીઓને ત્વરીત પરત લઇ આવવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઇ છે ત્યારે હવે મહત્વનું બની રહેશે સરકાર તરફથી કેટલી ઝડપભેર આ ગંભીર બાબતમાં પગલા ભરાય છે.

ચીનમાં કોરોના વાયરલનો કેર વર્તાઇ રહ્યો છે ત્યારે સુરતની સિદ્ધી પંડયા પણ ચીનમાં અભ્યાસ કરે છે. જો કે હાલમાં સિદ્ધી પંડયા તેના માતાપિતાને સરપ્રાઇઝ આપવા અર્થે અચાનક સુરત આવી ત્યારે સિદ્ધી પંડયાએ નિવેદન આપ્યુ કે તેના 10 જેટલા મિત્રો હાલમાં ચીનમાં ફસાયા છે. તો ચીનમાં કોરોના વાયરસથી પરિસ્થિતી ખૂબજ બગડી હોવાનું પણ નિવેદન કર્યુ છે. અને ચીનમાં હાલમાં ખાણી પીણીના ભાવ આસમાને પહોંચી ગયા છે.

>

ચીનમાં કોરોના વાયરનો ખતરો છે તેવામાં 100 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે. 100 ગુજરાતી સહિત ભારતના 300 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે. જેમને ત્યાં ખાવા-પીવાની તકલીફ પડી રહી છે. ત્યારે વડોદરાની વિદ્યાર્થિની શ્રેયા જયમાન પણ ચીનમાં ફસાઈ છે.

શ્રેયાના પિતાએ રાજ્ય સરકાર પાસે મદદ માગી છે. તેમણે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ટ્વીટ કરીને ચીનમાં ગુજરાતી વિદ્યાર્થીઓની હાલાકીની રજૂઆત કરી મદદ માગી છે. તેમની પુત્રી સહિત કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓ હુબેઈ યુનિવર્સીટીમાં એમબીબીએસનો અભ્યાસ કરે છે.

વુહાનની હુબેઇ યુનિવર્સિટીમાં એમબીબીએસનો અભ્યાસ કરે છે

શ્રેયા જયમાન બે વર્ષથી વુહાનની હુબેઇ યુનિવર્સિટીમાં એમબીબીએસનો અભ્યાસ કરે છે. તેમના પિતાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તેમને વિદ્યાર્થીઓને હોસ્ટેલમાથી બહાર નિકળવા દેવામાં આવતા નથી. હોસ્ટેલામાં જમવાની અને પાણીની પણ તકલીફ પડે છે. તેમણે આ અંગે પીએમઓ, વિદેશમંત્રી, ગૃહમંત્રી, સીએમ અને સાંસદને ટ્વિટ કરીને મદદ માંગી છે. તેમણે ટ્વિટમાં જણાવ્યું છે કે હોસ્ટેલની આસપાસમાં 300 જેટલા ભારતિય વિદ્યાર્થીઓ અને 100 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયેલા છે. જેને સરકાર તાત્કાલિક ભારત લાવવા માટે મદદ કરે.

એર ઇન્ડિયા બોઇંગ 747 સ્ટેન્ડબાય

એર ઈન્ડિયાના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, એર ઇન્ડિયા બોઇંગ 747 સ્ટેન્ડબાય પર છે. કારોના વાયરસના ભયથી ચીનનાં વુહાનમાં હાજર ભારતીયોને પરત લાવવા માટે ખાસ વિમાન તૈયાર છે. કેરિયરને સરકારના નિર્ણયની રાહ છે. જણાવી દઈએ કે વુહાનથી પરત આવેલા બે વિદ્યાર્થીઓને જયપુર અને હોસ્પિટલમાં કારોના વાયરસના લક્ષણો જોયા પછી તેમને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

ભારતીય ઉદ્યોગપતિઓ સાથે પ્રમુખ ટ્રમ્પની મહત્વની ચર્ચા, અમેરિકાની ચૂંટણીમાં જીતવાનો હુંકાર

pratik shah

ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે પ્રશ્ન ફક્ત સમયનો છે

Mayur

રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર, ભાજપ સૌથી વધારે બેઠકો જીતે તેવી શક્યતા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!