અફઘાનિસ્તાનના ગુપ્તચર સ્થળો પર તાલિબાને કરેલા હુમલામાં ઓછામાં ઓછા ૬૫ લોકોનાં મોત થયા છે તેમ સુરક્ષા સૂત્રોએ જણાવ્યું છે. કારમાં બેસીને આવેલા બંદૂકધારીઓએ ગોળીબાર શરૂ કર્યો તે પહેલા આતંકવાદીઓએ વિસ્ફોટકો ભરેલ વાહન ઉડાવી દીધું હતું.
વારદાક પ્રાંતની પ્રાંતીય કાઉન્સિલના ડેપ્યુટી હેડ મોહંમદ સરદાર બખ્યારીએ જણાવ્યું હતું કે કાટમાળમાંથી ૬૫ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.

જો કે નામ ન આપવાની શરતે એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે મૃત્યુ આંક ૭૦થી વધુ હોઇ શકે. સોમવારે પ્રાંતીય અધિકારીઓએ ફક્ત ૧૨ લોકોનાં મોત થયા હોવાનું જણાવ્યું હતું.
જો કે મીડિયામાં મૃત્યુઆંક અંગે હજુ પણ અસ્પષ્ટતા જોવા મળી રહી છે. અલગ અલગ મીડિયા દ્વારા મૃત્યુઆંક ૧૨થી ૧૦૦ વચ્ચે દર્શાવવામાં આવી રહ્યું છે.

અફઘાનિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી એનડીએસના તાલીમ સ્થળે આ હુમલો કરવામાં આવ્યા હોવાથી મૃતકોની ચોક્કસ સંખ્યા જાહેર કરવામાં મુશ્કેલી ઉભી થઇ રહી છે.
આ હુમલામાં સામાન્ય ઘાયલ થયેલા લોકોને પ્રાંતીય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને કાબુલ લઇ જવામાં આવ્યા છે.
કાબુલથી દક્ષિણમાં ૫૦ કિલોમીટર દૂર આવેલા વારદાકના પાટનગર મેદાન સહરમાં નેશનલ ડિરેક્ટોરેટ ઓફ સિક્યુરિટી(એનડીએસ)માં આતંકીઓ વિસ્ફોટકો લઇને ઘૂસ્યા હતાં.
- એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ
- શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત
- કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ
- મંત્રી ગડકરીની નવી જાહેરાત / વાહનોને અકસ્માત પરીક્ષણોના આધારે મળશે સ્ટાર રેટિંગ, સુરક્ષિત વાહનો માટે થશે ઉપયોગી
- એક પાલતું પશુ વર્ષમાં છોડે છે 80 થી 120 કિલો મીથેન ગેસ, 1 વર્ષ કાર ચલાવવા જેટલું પર્યાવરણને થાય છે નુકસાન
વારદાક પ્રોવિન્સિયલ કાઉન્સિલના સભ્ય અબ્દુલ વાહિદ અકબારઝાઇએ પત્રકારોને જણાવ્યું હતું કે વિસ્ફોટને કારણે છત પડી જવાથી વધારે લોકોના મોત થયા છે. ત્યારબાદ કારમાં બેસેલા ત્રણ બંદૂકધારીઓ એનડીએસમાં પરિસરમાં પ્રવેશ્યા હતાં. હુમલાખોરોને તરત જ ઠાર મારવામાં આવ્યા હતાં.