GSTV

અમદાવાદની સિવીલમાં એક જ દિવસમાં 100 દર્દીઓ દાખલ, તબીબો પણ સંક્રમિત થતાં ચિંતાઓ વધી

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધવાની સાથે અસારવા વિસ્તારમાં આવેલી સિવીલ હોસ્પિટલ ઉપર પણ તેની અસર થઈ છે. સિવીલ હોસ્પિટલમાં એક જ દિવસમાં કોરોનાના સોથી વધુ દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હોસ્પિટલના વિવિધ વિભાગમાં કોરોના પેશન્ટોની સારવાર કરતા તબીબો પણ કોરોના સંક્રમિત થયા હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.

એક જ દિવસમાં કોરોના પોઝિટિવ એવા 118 જેટલા દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા

મળતી માહીતી પ્રમાણે, અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલમાં માત્ર એક જ દિવસમાં કોરોના પોઝિટિવ એવા 118 જેટલા દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં હાલ કોરોનાને લઈ પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. સિવીલના પાર્કીંગમાં પણ વાહનો મુકવાની જગ્યા ઓછી પડી રહી છે. હોસ્પિટલના સૂત્રોમાંથી મળતી માહીતી પ્રમાણે, હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનીયર ડોકટરો પણ કોરોના સંક્રમિત થઈ ગયા છે.

પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા તેમજ એનેસ્થેશિયા વિભાગના વડા પણ કોરોના સંક્રમિત થયા

નર્સીંગ વિભાગના સુપ્રિટેન્ડન્ટ ઉપરાંત મેડિસીન વિભાગના વડા તથા તેમનાં તબીબ પત્ની પણ કોરોના સંક્રમિત થયા છે. આ સાથે પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા તેમજ એનેસ્થેશિયા વિભાગના વડા પણ કોરોના સંક્રમિત થયા છે. 1200 બેડની સુવિધા ધરાવતી સિવીલ હોસ્પિટલમાં મોટા ભાગના બેડ પર હાલ કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

શું તમારે PF એકાઉન્ટમાંથી કાઢવા છે પૈસા? તો રિટર્ન ફાઈલ કરતા સમયે આપો આ જાણકારી, જલ્દી પતશે તમારુ કામ

Ankita Trada

આંકડાની ગોલમાલ! ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ કરતાં પણ એક્ટિવ કેસ ઓછા, અમદાવાદમાં નવા 332 કેસ અને 10ના કરૂણ મોત

pratik shah

ડિજિટલ કરન્સી બિટકોઈને 2020માં આપ્યું જોરદાર વળતર, શું 2021માં પણ આવી તેજી જળવાશે?

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!