GSTV

વિધાનસભા ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર, ટિકિટ વહેંચણી મામલે સી.આર પાટીલનું ચોંકાવનારું નિવેદન

Last Updated on October 12, 2021 by Dhruv Brahmbhatt

2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં છે. ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે ટિકિટ વહેંચણીને લઈને મોટું નિવેદન આપ્યું છે કે, વિધાનસભામાં 100 નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવશે. મોટા અંતરથી હારેલા ધારાસભ્યોને ટિકિટ નહીં આપવામાં આવે. તેઓએ જણાવ્યું કે, ટિકિટ આપતાં પહેલાં 5-6 સર્વે થાય છે અને ટિકિટ ઉપરના લેવલે નક્કી થાય છે.

gujarat vidhan sabha

ધારાસભ્યોએ લોકો સુધી પહોંચીને કેટલાં કામ કર્યા તે જોયા બાદ જ ટિકિટ નક્કી થશે

આથી પહેલાં ધારાસભ્યોનું કામ જોવામાં આવશે અને તેઓએ લોકો સુધી પહોંચીને કેટલાં કામ કર્યા છે તે જોયા બાદ જ ટિકિટ નક્કી થશે. કોઇ પણ પ્રકારની લાગવગશાહી નહીં ચાલે. આડકતરી રીતે ભાજપના હોદ્દેદારોને એમ પણ સમજાવી દીધું કે કોઈનું પદ કાયમી નથી એટલે જ જે કાર્યકર્તાઓ મહેનત કરશે તેને લોટરી લાગી શકે છે તેમજ 100 નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવી શકે છે.

cr patil

ધારાસભ્યોએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં : પાટીલ

હિંમતનગરના કાર્યક્રમમાં સી.આર.પાટીલએ MLAનાં પત્તા કપાવાનાં સંકેત સાથે નિવેદન આપતા જણાવ્યું કે, ‘ફરિયાદો હશે તેવાનો પાર્ટી વિચાર નહીં કરે. ભાજપના ધારાસભ્યોએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં. મારી પાસે આવતા નહીં, જવું હોય તો ઉપર જજો.’

READ ALSO :

Related posts

Covid Test / કોરોનાનું ટેસ્ટીંગ ઘર બેઠા જ કરવાનો વધ્યો ટ્રેન્ડ, અમદાવાદમાં સેલ્ફ ટેસ્ટ કીટના વેચાણમાં ધરખમ વધારો

GSTV Web Desk

મોટા સમાચાર / ચૂંટણી પંચનો મોટો નિર્ણય, પાંચેય રાજ્યોમાં ચૂંટણી રેલી-રોડ શો પર જારી રહેશે પ્રતિબંધ

GSTV Web Desk

UP ELECTION/ ઓવૈસીએ આ બે પાર્ટી સાથે કર્યું ગઠબંધન, સત્તામાં આવશે તો 2 મુખ્યમંત્રી બનાવશે, 3 નાયબ મુખ્યમંત્રી પણ હશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!