GSTV

વિશ્વની 100 શક્તિશાળી મહિલાઓમાં બે INDIAN : એક ઈન્દિરા ગાંધી તો…

ઈન્દિરા

Last Updated on March 7, 2020 by Mayur

વિશ્વ પ્રસિદ્ધ સામયિક ટાઈમે સદીની સૌથી શક્તિશાળી 100 મહિલાઓની યાદી જાહેર કરી છે, જેમાં ભારતના (INDIAN) સ્વતંત્રતા સંગ્રામના સેનાની અમૃતા કૌર અને દિવંગત વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો સમાવેશ કરાયો છે. અમૃતા કૌરનો વર્ષ 1947 માટે તથા ઈન્દિરા ગાંધીનો વર્ષ 1976 માટે સમાવેશ થયો છે. ટાઈમ મેગેઝીને વર્ષ 1920થી વર્ષ 2020 સુધીના સમયના બધા જ કવર પેજ ફરીથી બનાવ્યા છે.

ઈન્દિરા ગાંધીની તમામ નીતિઓનો ઉલ્લેખ

ટાઈમે વર્ષ 1947 માટે વુમન ઓફ ધ યર માટે અમૃતા કૌર અને વર્ષ 1976 માટે ઈન્દિરા ગાંધીની પસંદગી કરી છે. ટાઈમે ચોક્કસ વર્ષમાં પ્રેરણાનો સ્રોત એવી મહિલાઓને સમર્પિત વિશેષ કવર પેજ પણ બનાવ્યા છે. ટાઈમ મેગેઝીને નોંધ્યું છે કે દિવંગત વડાપ્રધાન ઈન્દિરા ગાંધી વર્ષ 1976માં ભારતના (INDIAN) મહાન સરમુખત્યાર બન્યાં હતાં. પાકિસ્તાન સામે વિજય મેળવ્યા પછી ઈન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યાં હતાં. ટાઈમ મેગેઝીને લખ્યું છે કે ઈન્દિરા ગાંધીએ વધુ સત્તાઓ મેળવવા માટે દેશના બંધારણમાં ફેરફાર કર્યા હતા. ટાઈમે વર્ષ 1975માં ઈન્દિરા ગાંધીએ જાહેર કરેલી કટોકટીનો પણ ઉલ્લેખ કર્યો છે.

રાજકુમારી અમૃતા કૌરનો પણ સમાવેશ

ટાઈમના જણાવ્યા મુજબ વર્ષ 1947નાં મહિલા તરીકે અમૃતા કૌરની પસંદગી કરાઈ છે. રાજકુમારી અમૃતા કૌરનો જન્મ કપુરથલાના રાજવી પરિવારમાં થયો હતો. તેમણે એડવર્ડીઅનમાં શિક્ષણ પૂરૂં કર્યું હતું, પરંતુ ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનું જીવન સમર્પિત કરવાનું તેમને વધુ યોગ્ય લાગ્યું. ટાઈમ મેગેઝીને લખ્યું છે તેઓ વર્ષ 1918માં ઈંગ્લેન્ડથી પાછા ફર્યા હતા અને ગાંધીજીને અનુસર્યા હતા. 1930માં અમૃતા કૌર ગાંધીજીના સચિવ બન્યાં હતાં. તેમણે મહિલા શિક્ષણ માટે અવાજ ઊઠાવ્યો હતો. સ્વતંત્ર ભારતમાં તેઓ ભારતના સૌપ્રથમ મહિલા સ્વાસ્થ્ય મંત્રી હતા. તેઓ 10 વર્ષ સુધી આ પદ પર રહ્યાં. તેમણે ઈન્ડિયન કાઉન્સિલ ફોર ચાઈલ્ડ વેલ્ફેરની સ્થાપના કરી અને સરકારને કેટલીક હોસ્પિટલો તથા મેડિકલ કોલેજોની સ્થાપનામાં મદદ કરી હતી.

READ ALSO

Related posts

વાહ મોદીજી વાહ/ વિમાનમાં વપરાતા ઈંધણ કરતા પણ મોંઘુ થયું કાર અને બાઈકનું પેટ્રોલ-ડીઝલ, ઈતિહાસમાં પહેલીવાર 33 ટકા મોંઘું થયું ઈંધણ

Pravin Makwana

આજથી કોંગ્રેસની પ્રતિજ્ઞા યાત્રાનો પ્રારંભ: બારાબાંકીથી શરૂઆત, ત્રણ પ્રતિજ્ઞાઓનું એલાન કરશે મહાસચિવ પ્રિયંકા ગાંધી

Bansari

આવ ભાઇ હરખા! ટેરર ફંડિંગમાં પાકિસ્તાનને સાથ આપનાર આ દેશ પણ ગ્રે લિસ્ટમાં, FATFમાં મોદી સરકારને મોટી સફળતા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!