GSTV
Home » News » ઝઘડિયાના લાડવાવડ ગામના નર્મદાના કિનારેથી 100 બતકો મૃત હાલતમાં મળ્યા, પાણી જવાબદાર

ઝઘડિયાના લાડવાવડ ગામના નર્મદાના કિનારેથી 100 બતકો મૃત હાલતમાં મળ્યા, પાણી જવાબદાર

ભરૂચના ઝઘડિયા પાસેના નર્મદા કિનારે 100થી વધુ બતકો મૃત હાલતમા મળી આવ્યા છે. જેથી પક્ષી પ્રેમીઓમાં ચિંતા જોવા મળી રહી છે. ઝઘડિયાના લાડવાવડ ગામના નર્મદાના કિનારેથી બતકો મૃત હાલતમાં મળ્યા છે. નર્મદા નદીના દુષિત પાણીથી બતકોના મોતની આશંકા સેવાઈ રહી છે.

ઉલ્લેખનિય છે કે, સરદાર સરોવર ડેમનું પાણી છેલ્લા કેટલાક દિવસથી કાળુ પડી ગયેલુ જોવા મળ્યુ છે. નર્મદાની કેનાલના પાણીમાં પમ સેંકડો માછલીઓના મોત થઈ ચુક્યા છે. પાણીપુરવઠા વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલાયા છે. તેવામાં હવે ઝઘડિયા ખાતેથી નર્મદાના કિનારે 100 જેટલા બતકના શંકાસ્પદ મોતના દ્રશ્યો સામે આવ્યા છે. જેથી પર્યાવરણ પ્રેમીઓ ચિંતિત બન્યા છે.

Read Also

Related posts

ભારતના ઈતિહાસમાં પ્રથમવાર સંપૂર્ણ બહુમતિ સાથેની બિનકોંગ્રેસી સરકાર આવવાનું નિશ્ચિત

Mansi Patel

લોકસભામાં ભાજપની જીત થતાં ગુજરાત સરકારમાં મોટું પરિવર્તન થશે કે નહી? આ રહ્યો જવાબ

Bansari

વારાણસીમાં PM મોદીની જંગી બહુમતી સાથે જીત, કાર્યકર્તાઓમાં ખુશીની લહેર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!