GSTV

અટલ બિહારી વાજપેયીને મોદી સરકાર આપશે મોટી ભેટ, કરશે આ જાહેરાત

સરકાર 25મી ડિસેમ્બરે અટલ બિહારી વાજપેયીના જન્મદિવસના પ્રસંગે 100 રૂપિયાનો સિક્કો લોન્ચ કરી શકે છે. આ સિક્કા પર વાજપેયીનું છાપ રહેશે. ભૂતપૂર્વ વડા પ્રધાનની 95મી જન્મજયંતિ પર, ભારત સરકાર આ સ્મારક સિક્કાને જારી કરવાની ઘોષણા કરી શકે છે.

મુંબઈ ટંકશાળ ટૂંક સમયમાં જ તેનું કામ શરૂ કરશે

મીડિયા અહેવાલ મુજબ, આ બાબતે નાણા મંત્રાલયની તૈયારીઓ પૂરી થઈ છે અને મુંબઈ ટંકશાળ ટૂંક સમયમાં જ તેનું કામ શરૂ કરશે.  ઉલ્લેખનીય છે કે, અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર, 1924ના રોજ ગ્વાલિયરમાં થયો હતો અને આ વર્ષે 16મી ઑગસ્ટના રોજ દિલ્હીના એઇમ્સમાં તેનું અવસાન થયું હતું. મીડિયાના અહેવાલ અનુસાર, 100 રૂપિયાનો આ સિક્કો 35 ગ્રામનો રહેશે. આ સિક્કાની એક બાજુ વાજપેયીનું ચિત્ર હશે, જ્યારે બીજી બાજુ અશોક સ્તંભ હશે.

વડાપ્રધાનનું પૂરું નામ દેવનાગરી અને અંગ્રેજીમાં લખવામાં આવશે

એક બાજુ, ભૂતપૂર્વ વડાપ્રધાનનું પૂરું નામ દેવનાગરી અને અંગ્રેજીમાં લખવામાં આવશે. તસ્વિરના નીચેના ભાગે તેમનું જન્મ વર્ષ 1924 અને મૃત્યુ વર્ષ 2018 લખવામાં આવશે.  35 ગ્રામના આ સિક્કામાં 50 ટકા ચાંદી, 40 ટકા કોપર, 5 ટકા નિકલ અને પાંચ ટકા જસત હશે. ભારત સરકાર સિક્કા બુક કરવા માટેનો સમય નક્કી કરશે અને તે પ્રીમિયમ દર પર વેચવામાં આવશે. તે ટંકશાળમાંથી સીધા જ ખરીદી શકાય છે. આ સિક્કા 3,300 થી 3,500 રૂપિયાના પ્રીમિયમ દર પર વેચવાની અપેક્ષા છે.

Related posts

કોરોનાની ગાઇડલાઇન સાથે દિલ્હીમાં ખુલી શાળાઓ, 10 માસ પછી બાળકો પહોંચ્યા સ્કૂલ

Mansi Patel

મહેશ માંજરેકરની વિરુદ્ધ FIR દાખલ, કારની ટક્કર બાદ મારપીટનો આરોપ

Mansi Patel

રિશી કપૂર અને ઇરફાન ખાન સહિત આ ભારતીય કલાકારોને શ્રદ્ધાંજલિ આપશે IIFA

Bansari
Do NOT follow this link or you will be banned from the site!