GSTV
Gujarat Government Advertisement

ગોલ ફટકાર્યા બાદ ફૂટબોલરને આવ્યો હાર્ટ એટેક, જમીન પર જ ઢળી પડ્યો

Last Updated on July 18, 2020 by Karan

એક 10 વર્ષના ફૂટબોલ ખેલાડીની શુક્રવારે સ્થાનિક મેદાનમાં મેચ દરમયાન હૃદયરોગનો હૂમલો આવતા મોત નીપજ્યું છે.

સારવાર મળે તે પહેલા જ કાળ ભરખી ગયો

જણાવવામાં આવી રહ્યું છે કે, બારામુલા જિલ્લાના ઉસ્કાકુરા વિસ્તારમાં તૌહીદ રહીમ (ઉ. 10) સ્થાનિક એપશી ડૈશ માટે મેચ રમી રહ્યો હતો. તેણે વિપક્ષી ટીમ ઉપર એક ગોલ ફટકાર્યો હતો. તે બાદ તે મેદાન ઉપર જ ઢળી પડ્યો હતો. સાથી ખેલાડીઓએ તેને હોશમાં લાવવા માટેના પ્રયત્નો કર્યાં હતાં. ગંભીર સ્થિતિમાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પણ ત્યાં સુધીમાં તેનું મોત નીપજ્યું હતું.

ભવિષ્યનો મોટો ખેલાડી ખોયો

સ્થાનિક લોકોએ જણાવ્યું કે નાની ઉંમરમાં તૌહીદ સ્થાનિક સ્તર ઉપર ઘણો પ્રખ્યાત હતો. પોતાના આયુવર્ગમાં તેનું પ્રદર્શન શાનદાર હતું. લોકોએ કહ્યું કે, તેણે ભવિષ્યનો એક મોટો ખેલાડી ખોઈ દીધો છે. તો જેએન્ડકે ફુટબોલ એસોસિએશને તોહીદના મોત ઉપર શોક વ્યક્ત કર્યો હતો.

Gujarat Government Advertisement

Related posts

સાચવજો/ સમાજની બેઠકોમાં મનફાવે તેવા નિર્ણયો લેતા હો તો ચેતજો, હાઈકોર્ટ બગડી આપ્યા આ નિર્દેશો

Damini Patel

હવે રસ્તા અને પુલ બનવવામાં એન્જીનીયરે નહિ રાખ્યું ક્વોલિટીનું ધ્યાન તો NHAI કરશે આ અધિકારીઓ પર કડક કાર્યવાહી

Damini Patel

મોટી દુર્ઘટના: ચીનની માર્શલ આર્ટ સ્કૂલમાં ભીષણ આગ ફાટી નિકળી, 18 લોકોના ઘટનાસ્થળે થયાં મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!