મોબાઈલની સાથે ક્યારેય પણ ના કરો આ 10 ભૂલો, થઈ શકે છે વિસ્ફોટ

મોબાઈલ આજે આપણા જીવનનો મહત્વનો ભાગ છે. દુનિયાભરમાં સૌથી વધારે મોબાઈલ યૂઝર્સ ભારતમાં જ છે અને તેથી અહીં મોબાઈલ સાથે જોડાયેલી અમૂક દુર્ઘટનાઓ પણ સામે આવે છે. આવો એક મામલો રાજસ્થાનમાં પણ સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિ પોતાના ગાદલાની નીચે મોબાઈલ રાખીને સૂઈ જતો હતો.

રાતમાં બે વાગ્યે તેણે ફોન ચેક કર્યો તો ફોન ફાટી ગયો અને હોસ્પિટલમાં તેનુ મૃત્યુ થયું. મોબાઈલ બ્લાસ્ટની આ કોઈ પ્રથમ ઘટના નથી. આ અગાઉ પણ અમૂક મોટી કંપનીના ફોન બ્લાસ્ટ થયાના સમાચાર આવ્યા છે. અમૂક વખત ફોન બ્લાસ્ટ થવાનું કારણ તમારી નાની ભૂલ પણ બની શકે છે. એવામાં તમારી સુરક્ષા માટે અમે એવી 10 ભૂલો જણાવવા જઈ રહ્યાં છે, જે તમારે ફોનની સાથે ક્યારેય કરવી જોઈએ નહીં.

  1. ફોનને તકિયાની નીચે રાખવાથી ટેમ્પ્રેચર વધી જાય છે, જેનાથી ડિવાઈસ પર પ્રેશર પણ ક્રિએટ થાય છે. જેનાથી હીટ જનરેટ થવાની આશંકા વધી જાય છે અને ફોન ફાટવાનુ સંકટ થાય છે.
  2. ડુપ્લીકેટ ચાર્જર અને એડોપ્ટરનો ઉપયોગ ક્યારેય કરવો નહીં.
  3. જો મોબાઈલ ગરમ થઈ રહ્યો છે તો તેને ફરીથી ચાર્જ કરશો નહીં.
  4. આખી રાત મોબાઈલને ચાર્જ કરીને લગાવીને ના છોડો.
  5. ચાર્જિગ વખતે ફોનને ક્યારેય પણ એવી ચીજવસ્તુની નજીક રાખશો નહીં, જે સરળતાથી આગ પકડી શકે છે, જેમકે કપડાં અથવા બેડ શીટ.
  6. ફોનમાં ખરાબી આવી ગઈ છે તો ઑથોરાઈઝ્ડ સેન્ટર્સ પર રીપેર કરાવો. લોકલ શૉપ પર જશો નહીં.
  7. મોબાઈલ ક્યારેય પણ શર્ટ અથવા સ્વેટરના ઉપરના ખિસ્સામાં રાખશો નહીં. જેનાથી રેડિએશનનું સંકટ હોય છે, સાથે જ શર્ટ, સ્વેટરમાં આગ ઝડપથી ફેલાય છે.
  8. ગાડીના ડેશબોર્ડ અથવા ક્યારેય પણ એવી જગ્યાએ રાખીને ફોનને ચાર્જ કરશો નહીં, જ્યાં સીધી સૂર્યની રોશની આવતી હોય.
  9. મોબાઈલ કવર અથવા કેસને નિકાળ્યા બાદ જ ફોનને ચાર્જ કરો.
  10. ક્યારેય પણ ડુપ્લીકેટ બેટરી પણ ના ખરીદો. આ ગમે ત્યારે બ્લાસ્ટ થઇ શકે છે. હંમેશા કંપનીની બેટરીનો જ ઉપયોગ કરો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter