કેટલાંક લોકોનું શરીર તેમની ઉંમર કરતાં વધુ ઝડપથી દોડી રહ્યું છે. તમે એવા ઘણાં લોકોને જોયા હશે જે પોતાની ઉંમર કરતાં વધુ મોટા દેખાવા લાગે છે. ડોક્ટર્સની નજરમાં આ એજિંગને લગતી સમસ્યા છે, જેમાં માનવીનું શરીર અન્ય લોકોની તુલનામાં વધુ ઝડપથી વિકસિત થાય છે. એક્સપર્ટ્સની માનીએ તો શરીરમાં થતા કેટલાંક અનોખા બદલાવ એજિંગની સમસ્યા તરફ ઇશારો કરી રહ્યાં છે.

કમરથી ટાઇટ કપડા
બૉડીના મિડ સેક્શનમાં ફેટને અચાનક વધવુ એજિંગની સમસ્યાને દર્શાવે છે. ઉદાહરણ માટે, જો તમારુ કોઇ જૂનુ પેંટ પેટ અને જાંઘ પાસેથી ટાઇટ થવા લાગે અને નીચેની તરફથી ફિટિંગમાં કોઇ બદલાવ ન આવે તો તે એજિંગની સમસ્યા હોઇ શકે છે. જો કે આ પ્રકારની સમસ્યા મેટાબોલિક સિંડ્રોમ અને આર્થરાઇટિસના કારણે પણ હોઇ શકે છે.

ઘા જલ્દી ન રૂઝાવા
ડોક્ટર્સ કહે છે કે જો કોઇ વ્યક્તિના મામૂલી ઘા અથવા ખરોચ પણ સરળતાથી ન રૂઝાતા હોય તો તે એજિંગની સમસ્યા હોઇ શકે છે. આ પ્રકારની સમસ્યા આપણી ઇંટરનલ એજિંગ સિસટ્મ પર આધારિત છે.

લોકોનું ટોકવુ
અજાણ્યા લોકો ઘણીવાર કોઇ વ્યક્તિના શરીર અને ઉંમર વચ્ચેનો તફાવત જોઇને દંગ રહી જાય છે. જો તમને પણ પહેલીવાર જોઇને કોઇ આવુ વિચારે તો આ સમસ્યા તમારી સાથે પણ હોઇ શકે છે. આશરે ડઝન જેટલા અજાણ્યા લોકોને તમારી ઉંમરનો અંદાજ લગાવવાનું કહો અને પછી તેની સરેરાશ કાઢો. તે તમારા શરીરની સાચી બાયોલોજિકલ એજ વિશે જણાવી શકે છે.

નબળી પકડ
એક્સપર્ટ્સ કહે છે કે વધતી ઉંમર સાથે વ્યક્તિની પકડ નબળી થવા લાગે છે. એક સ્ટડી અનુસાર, હાથોની પકડનું આપણી ઉંમર સાથે સીધુ કનેક્શન છે. તે નબળી માંસપેશિયોનો સંકેત હોવાની સાથે જણાવે છે તમારુ બ્રેન એજિંગ ફાસ્ટર છે.

બોન લૉસ
દુર્ભાગ્યવશ બોન લૉસ એજિંગનો એક નોર્મલ પાર્ટ છે. બોન માસ ગાયબ થવાથી ચહેરા પર સમસ્યાઓ સ્પષ્ટ ઝળકી આવે છે. ગાલોનું અંદર તરફ ધસી જવુ અને વધુ પાતળા હોઠ તેના લક્ષણ હોઇ શકે છે. ધુમ્રપાન, ખરાબ ન્યૂટ્રિશન, કાર્ડિયોવસ્કુલર હેલ્થ અથવા અચાનક વજન ઘટવાના કારણે પણ માનવીની ઉંમર વધુ નજર આવે છે.

કરચલીઓ
ઉંમર કરતાં પહેલા ચહેરા પર વધુ કરચલીઓ પણ એજિંગની સમસ્યાઓની વોર્નિંગ સાઇન છે. કેટલાંક લોકો આનુવંશિક રૂપે તેનો શિકાર બને છે. આ ઉપરાંત તમાકુનું સેવન, તડકાનો વધુ સંપર્ક, ડાયેટને લગતી આદતો અને આલ્કોહોલનું વધુ સેવન પણ તેના માટે જવાબદાર હોઇ શકે છે.

વાળ ખરવા
ઓછી ઉંમરમાં જ વાળ ખરવા એજિંગની સમસ્યાની વોર્નિંગ સાઇન હોઇ શકે છે. વાળને લગતી આ સમસ્યા આપણા માથા સુધી સીમિત નથી રહેતી. હાથ-પગ અથવા શરીરના કોઇપણ હિસ્સામાં અચાનક વાળ ખરવા એજિંગની સમસ્યા હોઇ શકે છે.

સીડીઓ ચડવામાં સમસ્યા
નબળા ઘુંટણ અને ખરાબ ફિટનેસના કારણે જો તમને સીડીઓ ચડવામાં સમસ્યા થતી હોય તો તે પણ પ્રીમેચ્યોર એજિંગની સમસ્યાના સંકેત હોઇ શકે છે. બીજુ કે થોડી સીડી ચડ્યા બાદ શ્વાસ ઝડપથી ફૂલવા લાગે અથવા આમ કરવુ પહાડ ચડવા સમાન લાગે તો તે પણ એજિંગની સમસ્યા હોઇ શકે છે.

મોનોપોઝ
મહિલાઓમાં મેંસ્ટ્રુઅલ સાયકલની ફ્રીકવન્સી અને પ્રીડિક્ટિબિલીટી પણ એજિંગને લગતી સમસ્યાનો સંકેત આપે છે. તેને મોનોપોઝના 15 વર્ષ પહેલા શરૂ થઇ શકે છે. મોટાભાગે લોકો 30થી 40 વર્ષની ઉંમરની મહિલાઓમાં અનિયમિત મેંસ્ટ્રુઅલ સાયકલને ઉંમર સાથે જોડીને નથી જોતાં. આ હોર્મોન ઇર્રેગ્યુલેરિટીઝના પગલે તેનું વજન વધી શકે છે. માંસપેશિઓ ઘટી શકે છે. અનિંદ્રા અને ઉંમર ઝડપથી વધવાની સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.

માંસપેશીઓ
માંસપેશીઓની તાકાતનું આપણી ઉંમર સાથે સીધુ કનેક્શન હોય છે. વધતી ઉંમર સાથે આપણી માંસપેશીઓ નબળી થવા લાગે છે. જો કે આ કોઇ અંતિમ ચરણ નથી. ખાન-પાનમાં બદલાન અને એક્સરસાઇઝ દ્વારા તમે માંસપેશિઓને રિકવર કરી શકો છો.
Read Also
- 1લી માર્ચથી રાજ્યમાં 60 વર્ષથી ઉપરના લોકોને અપાશે કોરોના વેક્સિન, અહીં અપાશે વિના મૂલ્યે
- સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ
- રસીકરણ મહાઅભિયાનનો બીજો તબક્કો: કોને લાગશે રસી, કેટલા આપવા પડશે રૂપિયા, આ રહી સમગ્ર વિગતો, જે તમારા કામમાં લાગશે
- કામની વાત/ LPG સિલિન્ડરની કિંમતથી લઇને ATM ટ્રાન્જેક્શનના નિયમો સુધી, 1 માર્ચથી થઇ રહ્યાં છે આ 5 મોટા બદલાવ
- મહિલા જજને હેપ્પી બર્થ ડે કહેવું વકીલને ભારે પડ્યું: 20 દિવસથી જેલમાં છે બંધ, પરિવારના લોકો જામીન માટે કરી રહ્યા છે આંટાફેરા