આજે મુંબઈથી અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો જાણો શું છે કારણ

મુંબઈ નજીક દાણુ-વાનગાંવ વચ્ચે પાસે માલગાડીના કન્ટેનરમાં આગ લાગી. જેને કારણે મુંબઈથી સુરત સહિત અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો છે. અનેક ટ્રેનના શિડ્યુલ ખોરવાયા છે. દુરંતો, લોકશક્તિ સહિતની ટ્રેનોના ટાઈમટેબલ ખોરવાયા છે. અને આ ટ્રેનો મોડી ચાલી રહી છે. તો કેટલીક ટ્રેનો રદ કરી દેવાઈ છે.

વલસાડ એક્સપ્રેસઅને ફ્લાઈંગ રાણી ટ્રેન રદ કરાઈ છે. તો અમદાવાદથી ઉપડતી કર્ણાવતી એક્સપ્રેસનેવલસાડ અટકાવીને પરત મોકલાઈ છે. ત્યારે હજારો યાત્રીઓ અટવાયા છે. મોડી રાત્રેકન્ટેનરમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે કન્ટેનર બળીને ટ્રેક પર ચોંટીગયું છે. ત્યારે આ ટ્રેક કાપીને કન્ટેનર દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છેઅને તેની જગ્યાએ નવો ટ્રેક નાંખવામાં આવી રહ્યો છે. ત્યારે બંને તરફની લાઈનો બંધરાખવામાં આવી છે.

મહારાષ્ટ્રના દહાણું પાસે માલગાડીના કન્ટેનરમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટનાને કારણે મુંબઈ-અમદાવાદ વચ્ચે રેલવે વ્યવહાર ખોરવાયો છે. અમદાવાદથી મુંબઈ તરફ જતી તમામ ટ્રેનોને સુરત, વલસાડ અને વાપી સુધી દોડાવામાં આવી રહી છે. અને અહીંથી અમદાવાદ પરત થાય છે. ગુજરાત અને મુંબઇ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાતાં અમદાવાદ, મુંબઇ અને સુરતની તમામ ટ્રેનો ચારથી પાંચ કલાક મોડી પડી છે. જ્યારે કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે મુંબઈ જતાં હજારો યાત્રીઓ હેરાન પરેશાન થયા છે.

સુરત રેલવે સ્ટેશન પર મુસાફરો મોટી સંખ્યામાં અટવાયા છે. મુસાફરોને પડતી હાલાકીને લઈને રેલવે વિભાગ દ્વારા હેલ્પ-ડેસ્ક શરૂ કરી દેવામાં આવ્યો છે. જે હેલ્પ-ડેસ્ક પર મુસાફરોની પુછપરછનો મારો ચલાવી રહ્યાં છે. તો તહેવારોમાં મુંબઈ જવા માટે નીકળેલા યાત્રીઓ બસ માર્ગે જવા મજબૂર થયા છે. ત્યારે મજબૂરીનો લાભ લઈને ખાનગી બસ સંચાલકોએ પણ ભાડા બમણા કરીને ઉઘાડી લૂંટ ચલાવી રહ્યાં છે.

દરિયાઈવિસ્તાર હોવાને કારણે ફાયર બ્રિગેડ સમયસર પહોંચી ન શકતાં આખુ કન્ટેનર આગની લપેટમાંઆવી ગયું અને ટ્રેક પર ચોંટી ગયું. રેલવે અધિકારીઓનું કહેવું છે કે ટ્રેકનુંસમારકામ ચાલી રહ્યું છે. અને ટ્રેક ક્લીયરન્સ મળ્યા બાદ રેલ વ્યવહાર પુર્વવતકરાશે.ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter