GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

દેશમાં કોરોનાની નવી ઊંચાઈ, એક જ દિવસમાં 10 હજારથી વધુ સાજા તો 245 લોકોના થયા મોત

Corona

દેશમાં કોરોના મહામારીના આંક ભલે વધી રહ્યા હોય પરંતુ તેની સામે સાજા થનારાનો આક પણ સતત વધી રહ્યો છે. દેશમાં એક જ દિવસમાં સૌથી વધુ ડિસ્ચાર્જનો રેકોર્ડ બન્યો છે. તો મોતની સંખ્યા પણ એક જ દિવસમાં સૌથી વધારે નોંધાઈ છે. દેશમાં કોરોના મહામારીનો આંક 1.72 લાખને પાર થયો છે. દેશ માટે આજે ખૂબ જ મહત્વના ગણી શકાય તેવા સમાચાર ડિસ્ચાર્જના છે. દેશમાં 29 મેના નવા 6336 પોઝીટીવ કેસ આવ્યા જેની સામે 10652 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. દેશમાં 10 હજારથી વધુ લોકો સાજા થયા છે તો 250 જેટલા લોકોના એક જ દિવસમાં મોત થયા એ પણ હકિકત છે. દેશમાં એક જ દિવસે 10 હજારથી વધારે લોકો સાજા થયા છે. દેશમાં આજે 10652 લોકો સાજા થયા છે. આજે દેશમાં પોઝીટીવ થનારાના આંક ઊંચા નથી ગયા પરંતુ સાજા થનારાનો આંક અઢી ગણો વધ્યો છે.

દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 8381 લોકો સાજા થયા

દેશમાં અત્યાર સુધીમાં સાજા થનારાનો આંક સૌથી વધારે આંક 4 હજાર થયો હતો. દેશમાં 16 મેના 4012 લોકો સાજા થયા હતા. તે પછી સાજા થનારાનો આંક 3 હજાર આસપાસ રહેતો હતો. પરંતુ દેશમાં 29 મે ના રોજ એક જ ઝાટકે કોરોનાને 10 હજારથી વધારે લોકોને મ્હાત આપી છે. દેશમાં અત્યાર સુધીમાં 172190 લોકો સંક્રમિત થયા છે જેમાંથી 81550 હજાર લોકો સાજા થઈ ચૂક્યા છે. તો હજુ પણ દેશમાં 85673 કેસ એક્ટિવ છે. દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 8381 લોકો સાજા થયા છે, મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 27 હજાર લોકો સાજા થયા છે. તે પછી તામિલનાડુમાં પણ સાજા થનારાનો આંક 765 રહ્યો છે. તામિલનાડુમાં અત્યાર સુધી 11313 લોકો સાજા થઈ ચૂક્યા છે. ગુજરાતમાં પણ 608 લોકો સાજા થયા છે.

દેશમાં મોતનો આંક 5 હજાર નજીક પહોંચી ગયો

દેશમાં કોરોના મહામારી વચ્ચે મોતનો આંક પણ વધી રહ્યો છે. આજે સાજા થનારાની સંખ્યા વધી તો સામે મોતની સંખ્યા પણ વધી છે. દેશમાં મોતનો આંક 5 હજાર નજીક પહોંચી ગયો છે. દેશમાં અત્યાર સુધી 4956 લોકોના મોત થયા છે. દેશમાં આજે 225 લોકોના મોત થયા છે. દેશમાં 27 મેના સૌથી વધુ 188 લોકોના મોત થયા હતા. જે પછી આજે મોતનો આંક 200ને પાર થયો છે. દેશમાં આજે થયેલા મોતમાં મહારાષ્ટ્રમાં 116 લોકોના મોત થયા છે તો દિલ્લીમાં પણ 82 લોકોના વધુ મોત થયા છે. ગુજરાતમાં 20 લોકોના વધુ મોત થયા છે. દેશમાં મોતનો આંક પણ આજે સૌથી વધારે રહ્યો છે.

Read Also

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana

દેશ પાસે માફી માગે મોદી: ચીનની પીછેહટ પર કોંગ્રેસે કર્યો ઘેરાવ, દેશની જનતાને સંબોધી સચ્ચાઈ બતાવે મોદી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!