GSTV

કુતરાઓને ભોજન કરાવ્યું તો આપવો પડશે 10 હજાર રૂપિયાનો દંડ, આ કેમ્પસમાં જાહેર થઈ નોટિસ

IIT મદ્રાસ (IIT Madras)માં આજકાલ કુતરાઓને લઈને બવાલ મચ્યો છે. ખરેખર IIT પ્રશાસન કેમ્પસમાં ઘૂમનાર કુતરાઓને હટાવવાની કોશિશમાં લાગેલુ હોય છે અને વિદ્યાર્થી તેનો વિરોધ કરી રહ્યા છે. આ સંબંધમાં કેમ્પસ પ્રશાસન તરફથી વિદ્યાર્થીઓને હિદાયત આવી ગઈ છે કે, તેમને ભોજન ન ખવડાવવું. પરિસરમા આ વાતની નોટિસ લગાવાઈ ગઈ છે કે, જે પણ વિદ્યાર્થીઓને ભોજન ખવડાવતા દેખાશે 10 હજા રૂપિયાનો દંડ ભરવો પડશે.

કુતરાઓને કેમ્પસમાંથી શા માટે હટાવવામાં આવી રહ્યા છે?

માહિતી પ્રમાણે સોશિયલ મીડિયામાં અને ઓનલાઈન પિટિશન થકી તે આ વાત માટે સમર્થમ એકઠા કરી રહ્યા છે કે, કુતરાઓને કેમ્પસમાંથી શા માટે હટાવવામાં આવી રહ્યા છે. લોકડાઉન દરમિયાન આ જાનવરોને ભોજન કરાવવા માટે કંઈક આપવુ શા માટે ગુનો છે? આ મુદ્દા પર સંસ્થાના જ પૂર્વ વિદ્યાર્થી અને કર્મચારી ટ્રાઈફેના ડડલેએ તો એનિમલ વેલફેયર બોર્ડ અને સાંસદ મેનકા ગાંધી સુધીને ઈ-મેલ મોકલી ફરીયાદ દાખલ કરી હસ્તક્ષેપ કરવાની માગ કરી છે.

શું છે આખો મામલો

માહિતી પ્રમાણે IIT મદ્રાસે કુતરાઓને હટાવવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે, કેટલાક દિવસ પહેલા આવારા કુતરાઓ દ્વારા હિરણનો શિકાર કરવામા આવ્યો હતો. આ પર સ્ટાફને પરેશાની હોવાની ફરીયાદ કરી હતી. જોકે, વિદ્યાર્થીઓનું કહેવુ છે કે, કુતરાઓને કેમ્પસની અંદર ક્યારેય કોઈને પણ પરેશાની પહોંચી નથી.

READ ALSO

Related posts

રાજ્યમાં 462 કોરોના વોરિયર્સ આવ્યા મહામારીની ઝપેટમાં, મૃત્યુદર 1.02 ટકાથી વદીને 4 ટકાએ પહોંચ્યો

Nilesh Jethva

સના ખાન અને અનસ સૈયદે આમ પ્રેમથી ઉતારી એકબીજાની નજર, જુઓ વીડિયો

Karan

મહાન ફૂટબોલર મારાડોનાનું મોત શંકાસ્પદ ? ડોક્ટરના ઘર અને ઓફિસ પર પોલીસની રેડ

Karan
Do NOT follow this link or you will be banned from the site!