ધર્મકાંડ: 10 હજાર દલિતો અને OBC લોકોએ અપનાવ્યો બૌદ્ધ ધર્મ, સમગ્ર ભારતને બૌદ્ધમયી બનાવવાનો દાવો

જાતિનાં હક માટે લડતા લોકો આપણે ખૂબ જોયા હશે અને ઈતિહાસમાં પણ ઘણી વખત આ ઘટનાનું પૂનરાવર્તન થતુ હતું. પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે લોકોએ ધર્મમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ છલાંગ લગાવી હોય. તો જુઓ આ અસામાન્ય પરિવર્તન. ઉત્તર પ્રદેશના કાનપુર દેહત જિલ્લાના પુખરાયાં ગામમાં 10,000થી વધુ દલિતોએ રાવણની પૂજા કરી અને ભારતીય જનતા પાર્ટીનાં સદસ્ય સાવિત્રી બાઈ ફૂલેની હાજરીમાં બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. જોકે, જીલ્લા વહીવટીતંએ તેનું ખંડન કર્યું છે. અહેવાલો અનુસાર લગભગ 12 બુદ્ધ ભક્તોની હાજરીમાં ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે. પુખરાયાંના કૃષિ મંડી સમિતિનાં મેદાનમાં આમ્બેડકર બૌધ્ધ દીક્ષા કાર્યક્રમ દરમિયાન આ પરિવર્તન થયું.

આ કાર્યક્રમ દરમિયાન ‘કટે લંકેશ, જય લંકેશ’ નાં નારા પણ લગાવવામાં આવ્યા. આ વિશે જ્યારે ફૂલેને પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે તે સમારંભમાં તેથી ગયા હતાં કે બૌધ ધર્મમાં માન અને સમાનતાની શક્યતા ઘણી છે. તેમણે કહ્યું કે તે લોકો સમગ્ર ભારતને બૌધમયી અને સમ્રાટ અશોકમયી બનાવશે અને દેશમાં મનહૂસ મનુષ્ય દ્વારા ઊભી કરવામાં આવેલી વ્યવસ્થાને સમાપ્ત કરશે. તેમણે કહ્યું કે જે લોકોએ દેશમાં જાતિવાદનું ઝેર ફેલાવ્યું છે, તેવા લોકોને સાફ કરશે.

કાર્યક્રમના આયોજનકર્તા ધણી રાવે જણાવ્યું હતું કે કાર્યક્રમ રાવણ, ગૌતમ બુદ્ધ, સમ્રાટ અશોક અને બાબા સાહેબ કે જેણે જાતિગત ભેદભાવ માટે યુદ્ધ કર્યું હતું. ધણીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધતાં કહ્યું હતું કે ‘સમાજમાં ભિન્નભાવની આ દુષ્ટતા છે કે આપણા મુખ્યમંત્રીએ પણ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલશ યાદવના બંગલાને શુદ્ધ કર્યા પછી તેમાં પ્રવેશ કર્યો.’

તેમણે દાવો કર્યો કે પાછલા વર્ષોની જેમ જ પછાત જાતિઓ અને દલિતોના લગભગ 10,000 લોકોએ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો.પહેલા ગામનાં લોકોને રાવણનું પૂતળાનું દહન ન કરવાની અપીલ કરી. તે ભગવાનનું અપમાન કહેવાય છે એમ સમજાવ્યું. રાવએ કહ્યું કે રાવણ બૌદ્ધ સ્કોલર હતા અને તેની પૂજા થવી જોઈએ. તેમણે કહ્યું કે દર વર્ષે આ પ્રસંગ રાખવામાં આવે છે કે જેથી રાવણના ત્યાગ સાથે ભગવાન બુદ્ધ, સમ્રાટ આશોક અને બાબા સાહેબને આવનારી પેઢી યાદ રાખે.

તેમણે કહ્યું કે દલિતોને બુદ્ધ ધર્મમાં લાવવાની પરંપરા ચાલુ રહેશે. તે જ સમયે, કાનપુર દેહત ડી.એમ. રાકેશ સિંહે ધર્મ પરિવર્તનનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું કે રાવણના માનમાં રેલી દર વર્ષે કાઢવામાં આવે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter