GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

Whatsapp પર કરતાં હોય આ કામ તો આજે જ બંધ કરી દેજો, નહી તો હંમેશા માટે થઇ જશે બ્લૉક

આજકાલ સૌકોઇ વૉટ્સએપ યુઝ કરે છે. ઘણાં ગ્રુપ્સ અને ઇન્ડીવિડ્યુઅલમાં મેસેજીસની આપ-લે થતી હોય છે. તેવામાં જો તમે પણ તમામ પ્રકારના મેસેજીસ શેર કરતાં હોય તો ચેતજો. વૉટ્સએપ પર એક મેસેજના કારણે તમારુ વૉટ્સએપ એકાઉન્ટ હંમેશા માટે બ્લૉક થઇ શકે છે.

વૉટ્સએપના નિયમો અને શરતો પ્રમાણે ગેરકાયદેસર, અશ્લીલ, કોઇને બદનામ કરતાં મેસેજ, ધમકી, શોષણ કે ઘૃણા ફેલાવતા મેસેજીસ તમે વૉટ્સએપ પર શેર ન કરી શકો. જો તમે આવા મેસેજ મોકલતા હોય તો તમને બ્લૉક કરવામાં આવી શકે છે અથવા તો જેલના સળિયા પાછળ જવું પડી શકે છે.

ગુનાખોરીને પ્રોત્સાહન આપતા મેસેજીસ પણ તમારુ વૉટ્સએપ બ્લૉક કરાવી શકે છે. તેથી તમારા માટે એ જ યોગ્ય રહેશે કે તમે આવા મેસેજીસથી દૂર રહો અને જો તમારા વૉટ્સએપમાં કોઇ આવા મેસેજ આવે તો તેને ફૉરવર્ડ ન કરો. તેને ડીલીટ કરી દો.


ફેક એકાઉન્ટના પણ ઘણાં કિસ્સા સામે આવ્યાં છે. જો તમે કોઇ અન્ય વ્યક્તિના નામે વૉટ્સએપ એકાઉન્ટ ચલાવી રહ્યાં હોય તો આજે જ બંધ કરી દો કારણ કે તેનાથી તમને મુશ્કેલીમાં મુકાઇ શકો છો. આ ઉપરાંત તમે એકસાથે અનેક લોકોને મેસેજ મોકલતાં હોય તો પણ તમારુ વૉટ્સએપ બ્લૉક થઇ શકે છે.

વૉટ્સએપમાં ચેડા

ઘણાં લોકો એવા હોય છે જેને કોડિંગ આવડે છે. આવા લોકો વૉટ્સએપના નામે જ અન્ય એપ બનાવીને ગૂગલ પ્લે-સ્ટોર પર પબ્લિશ કરે છે. જણાવી દઇએ કે આવું કરવુ ગુનો છે અને તેના માટે કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે.

વૉટ્સએપ દ્વારા વાયરસ મોકલવો

જો તમે વૉટ્સએપ દ્વારા માલવેર કે વાયરસ મેસેજ મોકલતા હોય તો આજે જ બંધ કરી દો કારણ કે વૉટ્સએપ પર વાયરસ વાળા મેસેજ મોકલવાના કારણે તમારી ધરપકડ થઇ શકે છે.

વૉટ્સએપ હેક

જો તમે વૉટ્સએપ અથવા તેના સર્વરને હેક કરવાનો પ્રયાસ કરતા હોય તો તમને બ્લોક કરવામાં આવશે.

Read Also

Related posts

કાચી ડુંગળી ખાવાથી થાય છે મોટા-મોટા ફાયદા, આ મોટા રોગોથી અપાવે છે છુટકારો

Mansi Patel

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ! જનજીવન પ્રભાવિત, ઠેર ઠેર ભુસ્ખલન

Arohi

જામકંડોરણાનો ફોફળ ડેમ ઓવરફલો, નિચાણવાળા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!