GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

દવાઓ વગર પણ કંટ્રોલ કરવો હોય ડાયાબિટીસને તો, દૂર જ રહો આ 10 વસ્તુઓથી

14 નવેમ્બરે વર્લ્ડ ડાયાબિટીસ ડે ઉજવવામાં આવે છે. અત્યારે આખા વિશ્વમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા બહુ ઝડપથી વધી રહી છે. જેમાં ભારત બીજા નંબરે છે. ડાયાબિટીસ એક એવી બીમરી છે, જેના પર કંટ્રોલ કરવામાં ન આવે તો, માણસ અંદરથી એકદમ નિર્બળ બની જાય છે, ડાયાબિટીઝ નબળા મેટાબૉલિઝમના કારણે થાય છે, જેના કારણે શારીરમાં યોગ્ય માત્રામાં ઈંસુલિન મળવાનું બંધ થઈ જાય છે.

ડાયાબિટીસના 3 ટાઇપ
ડાયાબિટીસ 3 ટાઇપના હોય છે, ટાઇપ -1, ટાઇપ-2 અને ટાઇપ-3 સી. ડાયાબિટીસ થતાં શરીર ગળવા લાગે છે અને ઊંઘ પણા સરખી નથી આવતી. ડાયાબિટીસનાં દર્દીઓએ બ્લડ શુગર પર નિયંત્રણ રાખવું બહું જરૂરી છે. અહીં જુઓ કેવી રીતે કરવો કંટ્રોલ.

દાડમ
દાડમાં મોટી માત્રામાં એન્ટીઑક્સિડેન્ટ્સ હોય છે, જે શરીરને ફ્રી રેડિકલ્સ થવાથી થતા નુકસાન સામે બચાવે છે. દાડમ શરીરમાં બેડ કોલેટ્રોલના લેવલને ઘટાડે છે અને ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

જામફળ
ડાયાબિટીસમાં ફાઇબર હોવાથી ડાયાબિટીસમાં થતી કબજિયાતની બીમારી દૂર કરે છે. સાથે-સાથે ડાયાબિટીસ ટાઇપ-2 ના ખતરાને ઘટાડે છે. જામફળમાં ભરપૂર માત્રામાં વિટામિન એ અને વિટામિન સી હોય છે.

દહીં
મલાઈ વગરના દૂધમાંથી બનેલ દહીં ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબજ ફાયદાકારક હોય છે. તેને રોજ ખાવાથી કૉલેટ્રોલ અને ટ્રાઈગ્લિસેરાઇડ લેવલ પર કંટ્રોલ રહે છે. યોગ્ય પ્રમાણમાં નિયમિત દહીંના સેવનથી ટાઇપ 2 શુગરનો ખતરો ઘટે છે.

આંબળાં
આંબળામાં ક્રોમિયમ હોય છે, જે પેનક્રિયાઝ માટે ખૂબ ફાયદાકારક હોય છે, આંબળામાં એન્ટી ડાયબિટિક તત્વ હોય છે, જે ડાયાબિટીસ સામે લડવામાં મદદ કરે છે.

પપૈયુ
પપૈયુ ડાયબિટીસમાં એક દવા જેટલું કારગર છે. પપૈયામાં નેચરલ એન્ટીઑક્સિડેન્ટ્સ હોય છે, જે ડાયાબિટિઝ માટે બહુ ફાયદાકારક હોય છે. પપૈયુ શરીરમાં રહેલ કોશિકાઓને ડેમેજ થતી બચાવે છે.

જાંબુ
ડાયાબિટીસમાં જાંબુ ખૂબજ ફાયદાકારક હોય છે. કારણકે જાંબુ ગ્લૂકોઝને એનર્જીમાં બદલી નાખે છે. જેના કારણે શરીરમાં વધેલ ગ્લૂકોઝ કંટ્રોલમાં રહે છે.

કારેલાં
કારેલાંમાં પૉલીપેપ્ટાઇડ પી નામનું પ્લાંટ ઈંસુલિન હોય છે. જે બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. કારેલાંને શાક બનાવીને ખાઇ શકો છો અને જ્યૂસ બનાવીને પણ પી શકો છો.

સફરજન
સફરજનમાં મોટા પ્રમાણમાં ફાઇબર હોય છે. ફાઇબર ડાયાબિટીસમાં ખૂબજ ફાયદાકારક રહે છે, સાથે-સાથે તેમાં કેમિકલ પેક્ટિન પણ હોય છે, જે શરીરમાં ગ્લૂકોઝ લેવલને 50 ટકા સુધી ઘટાડે છે.

મેથીના દાણા
મેથી ડાયાબિટીસના દરદીઓ માટે ખૂબજ ફાયદાકારક છે, મેથી દાણા ફાઇબર યુક્ત હોય છે અને શરીરમાં ઈંસુલિનની માત્રાને વધારમાં મદદ કરે છે, આ સિવાય તે બ્લડ શુગર લેવલને પણ નીચે કરે છે.

બીટ
બીટ ખૂબજ પૌષ્ટિક હોય છે, અને તેમાં ઘણાં મિનરલ્સ અને વિટામિન્સ હોય છે. તેને બાફીને કે કાચુ સલાડ રૂપે ખાઇ શકાય છે. ડાયાબિટીસ માટે ખૂબજ ફાયદાકારક રહે છે.

Related posts

કોરોનાના કહેર વચ્ચે ભારતના આ પ્રદેશમાં એક પણ નથી કોરોનાનો કેસ, આ છે નિયમો

pratik shah

જ્યારે વિદેશી ધરતી પર સચિને ગાંગુલીને કરિયર ખતમ કરી નાખવાની ધમકી આપી હતી

Mansi Patel

કોરોના ભારતમાં 20 હજાર લોકોને ભરખી ગયો, કેસમાં વિશ્વમાં ત્રીજા નંબરે પહોંચ્યું ભારત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!