GSTV
Business ટોપ સ્ટોરી

મોદી સરકારનો ઠેંગો, આ 10 રાજ્યોમાં માફ કરાયુ 1.21 લાખ કરોડ દેવુ

પાક ખરાબ થઈ જવો, સૂકો અને કરજને કેન્દ્ર સરકાર ખેડૂતોની આત્મહત્યાનુ કારણ માને છે, પરંતુ તે કરજમાફી માટે કોઈપણ પ્રકારની સહાય આપતી નથી. ત્યારબાદ પણ દેશના 10 રાજ્યમાં કરજ માફી કરવામાં આવી છે. ક્યાંક ખેડૂતોના હિતને લઈને તો, ક્યાંક રાજકિય મજબૂરીમાં, જેમા છેલ્લા પાંચ વર્ષમાં મુશ્કિલથઈ 1.25 લાખ કરોડ રુપિયાનુ કૃષિ કરજ માફ કરવામાં આવ્યુ છે, પરંતુ આ પ્રવૃતિ પર RBI એ પ્રશ્ન પુછતા વિરોધ નોંધાવ્યો છે. કિસાન સંગઠન અને કૃષિ અર્થશાસ્ત્રીઓનુ કહેવુ છે કે, રિઝર્વ બેન્કે ક્યારેય કોર્પોરેટ જગતને આપવામાં આવી રહેલી ટેક્સ છૂટ અને તેમના NPA પર બોલવાનુ સાહસ કર્યુ છે જેના કારણે આજે દેશણાં આટલા બેન્ક ડૂબી રહ્યા છે.

અર્થશાસ્ત્રી દેવિંદર શર્માએ RBI ને ખખડાવ્યુ

કૃષિ અર્થશાસ્ત્રી દેવિંદર શર્મા કહે છે કે, કોર્પોરેટનુ NPA અને રાઈટ ઓફ મેળવીને 16.88 કરોડ થઈ ગયુ છે. શું તેનાથી અર્થવ્યવસ્થા પર ખરાબ અસર નથી પડતી. તેની ,સરખામણીમાં 1.25 કરોડની કરજ માફી શું મોટી વાત છે ? કેમ આ પગલા પર RBI ને દુખાવો થઈ રહ્યો છે. જ્યારે કે, કોઈ ખેડૂત ખરેખર કરજ માફીનો હકદાર છે, કારણ કે વર્ષ 2000 થી લઈને 2016 ની વચ્ચે ભારતના ખેડૂતોને તેમની ઉપજના સારા ભાવ ન મળવાના કારણે લગભગ 45 કરોડ રુપિયાનુ નુકસાન થયુ છે. શું RBI એ ક્યારેય આ વિશે પોતાની ચિંતા જાહેર કરી છે કે, તેની ચૂકવણી કેવી રીતે અને કોણ કરશે. વધુમા શર્મા કહે છે કે, એક તરફ માત્ર 50 હજાર રુપિયાના લોન ન ભરી શકવાને કારણે સામાન્ય ખેડૂતોને જેલમાં નાખ દેવામાં આવ્યા છે, જેથી તેઓ આત્મહત્યા કરવા માટે મજબૂર છે. તો બીજી તરફ કરોડો રુપિયાનો ગોટાળ કરનાર ઉદ્યોગપતિઓ પર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.

આ રાજ્યોમાં કિસાન કરજ માફી

રાજ્યકરજ માફી (કરોડ રુપિયા)
મહારાષ્ટ્ર30,500
ઉત્તરપ્રદેશ25,233.48
કર્ણાટક22,087.92
રાજસ્થાન15,375.58
મધ્યપ્રદેશ11,912
છત્તીસગઢ6,229.76
તમિલનાડુ5,318.73
પંજાબ4,625
જમ્મૂ અને કશ્મીર
પોંડીચેરી
2,44.1
19.42

ખેડૂતો પર કેટલુ કરજ

ભારતના દરેક ખેડૂત પરિવાર પર સરેરાશ 47 હજાર રુપિયાનુ કરજ રહેલુ છે. લગભગ 68 ટકા ખેડૂત પરિવાની આવક નકારાત્મક છે અને લગભગ 80 ટકા ખેડૂત લોન ન ચૂકવી શકવાના કાપણે આત્મહત્યા કરી રહ્યા છે. જેથી આ સમયે દેશમાં લગભગ 60 ટકા ખેડૂત પરિવાર કરજમાં ડૂબેલ છે, પરંતુ જમીની સ્તર પર તેમના માટે કામ નથી દેખાતુ.

10 રાજ્યોમાં કર્જ માફી

10 રાજ્યોમાં 2014 થી 6 માર્ચ 2020 સુધી કુલ 1 લાખ 21 હજાર 546 કરોડ રુપિયાની કરવામાં આવી છે. સૌથી વધારે પૈસા મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં માફ કરવામાં આવ્યા છે. આ માફી રાજ્યોએ પોતાના સંસાધનો દ્વારા કરી છે. કારણ કે, કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે, જે રાજ્ય કિસાન કર્જ માફ કરવા માગે છે તે કરી શકે છે, પરંતુ તે માટે તેમને કેન્દ્ર સરકાર પાસેથી કોઈપણ પ્રકારની મદદ મળશે નહી.

કિસાન કર્જ માફી RBI

RBI નુ માનવુ છે કે, કૃષિ રુણ માફી યોજનાએ તે કિસાનોના કરજની ચૂકવણી માટે પ્રોત્સાહિત કર્યા જે ખેડૂત કરજ ભરવાની સ્થિતિમાં છે. આ કરજની વ્યવસ્થાને નકારાત્મક રુપથી પ્રભાવિત કરીને બેન્કિંગ ક્ષેત્રની સાથે-સાથે રાજ્યોની નાણાકિય વ્યવસ્થાને પણ પ્રભાવિત કરે છે. રુણ લેનાર ભવિષ્યમાં મળનારી સહાયતાની આશામાં જાણીજોઈને કરજ ભરવામાં ભૂલ કરે છે.

કૃષિ કરજનું ટાર્ગેટ

આ વર્ષે બજેટમા કેન્દ્ર સરકારે કૃષિ કરજ માટે રેકોર્ડ 15 લાખ રુપિયાનો ટાર્ગેટ વધાર્યો છે. કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) તે બધા જ ખેડૂતોને આપવા માગે છે, જે પીએમ કિસાન સમ્માન નિધિના પૈસા આપી રહી છે. તેથી તેઓ શાહુકારોની જગ્યાએ સરકારી બેન્કો પાસેથી લોન લઈ શકે.

રાઈટ ઓફ કેમ નહી કરવામાં આવતુ કિસાન કરજ

કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, રાજ્ય સરકાર દ્વારા ફરી એક વખત કરજ માફ કરવા અને સંબંધિત બેન્કોને લીધેલી રકમની ચૂકવણી કર્યા બાદ ખેડૂત બીજી વખત લોન મેળવવાને પાત્ર થઈ જાય છે. તેથી આ કરજને બટ્ટે ખાતામાં નાખ્યા બાદ કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી.

READ ALSO

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda

IB રિપોર્ટમાં દાવો / ગુજરાતમાં બની રહી છે AAPની સરકાર, ભાજપ-કોંગ્રેસ કરી રહી છે બંધબારણે બેઠક

Hardik Hingu
GSTV