GSTV
Home » News » આજથી સવર્ણોની 10 ટકા અનામતનો અમલ થશે શરૂ

આજથી સવર્ણોની 10 ટકા અનામતનો અમલ થશે શરૂ

મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીથી રાજ્યના ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓમાં બિન અનામત રીતે આર્થિક રીતે નબળા વર્ગોને 10 ટકા અનામતનો લાભ મળતો થશે. આ હેતુસર 14-1-2019 પછી રાજ્યમાં મળવાપાત્ર શૈક્ષણિક પ્રવેશો અને સરકારી નોકરીઓની જાહેરાત થઇ હોય પરંતુ ભરતી માટેના કોઈ તબક્કાની પ્રક્રિયા શરૂ ન થઇ હોય તેને આ લાભ મળવા પાત્ર થશે. આવી ભરતી અને પ્રવેશ હાલ સ્થગિત રાખીને તેમાં પણ આ 10 ટકા અનામતનો લાભ અપાશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે 14-1-2019 પહેલા જે ભરતી પ્રક્રિયામાં લેખિત મૌખિક પરીક્ષા તેમજ કોમ્યુટર પ્રોફિસિયન્સી ટેસ્ટ પ્રિલીમીનરી પરીક્ષા થઇ ગઈ છે. તેને આ અનામતનો લાભ લાગુ થઇ શકશે નહીં.

ભરતી માટેની કોઈ જ પ્રકિયા શરૂ ન થઇ હોય અને માત્ર જાહેરાત જ આપવામાં આવી હોય તેવા કિસ્સામાં નવી જાહેરાત આપીને ભરતી પ્રક્રિયા કરવાની રહેશે.

– આ 10 ટકા અનામત SC/ST અને SCBCને મળવા પાત્ર 49 ટકા ઉપરાંતની રહેશે

– મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની સરકારે બિનઅનામત વર્ગોને 10 ટકા અનામત આપવાના કરેલા ઐતિહાસિક અને અભૂતપૂર્વ ક્રાંતિકારી નિર્ણયને સૌ પ્રથમ પ્રતિસાદ આપતા આ મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે.

Related posts

નેતાઓની જીભ લપસવાની મૌસમ: શિવરાજસિંહે સનદી અધિકારીઓને ધમકી આપતા કહ્યું, કાલે…

Nilesh Jethva

જાપાનમાં પ્રથમ વખત ભારતીયએ ચૂંટણી જીતી, રચ્યો ઈતિહાસ

Path Shah

ગાંધીનગર લોકસભા બેઠકનાં બાપુપુરા બૂથ પર બોગસ વોટીંગનો મામલો, ફેરમતદાનની માગ

Riyaz Parmar