Indian Railways: ટ્રેનથી મુસાફરી કરવા પર તમને ડિસ્કાઉન્ટ મળી શકે છે. અને આ ડિસ્કાઉન્ટ તમને રેલવે પોતે આપશે. હકીકતમાં કોરોના સંકટના કારણે ટ્રેનોમાં હજુ પણ સીટો ખાલી જઇ રહી છે. અને રેલવેએ નુકસાનથી બચવા માટે પોતાના યાત્રીઓને ભાડામાં છૂટ આપવાનો નિર્ણય લીધો છે જેથી યાત્રીઓને મુસાફરીમાં સુવિધા મળે અને સીટો ખાલી નહી જાય તો રેલવેની ઝોલી પણ ભરાઇ જશે.
ટ્રેનોના ખાલી બર્થ પર 10 ટકા ડિસ્કાઉન્ટ
હાલ કઇ ટ્રેનના છૂટવાનો નિર્ધારત સમય પહેલા એક ચાર્ટ તૈયાર કરવામાં આવે છે, જેમાં જો રેલવેની પાસે બર્થ ખાલી હોય તો તે તેના પર 10 ટકાની છૂટ આપશે. તેનો ફાયદો ટ્રેન છૂટ્યાના અડધા કલાક પહેલા બુક કરવામાં આવેલી ટિકિટ પર મળશે. એટલે કે ટ્રેનમાં સીટ ખાલી છે અને તમે ટ્રેન છૂટ્યાના અડધા કલાક પહેલા જ ઑનલાઇન અથવા કાઉન્ટર પરથી ટિકિટ લો તો તમે 10 ટકાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ સુવિધા ઇંટરસિટીના ચેરકાર સહિત તમામ સ્પેશિયલ ટ્રેનોમાં મળવાની શરૂ થઇ ગઇ છે.

રેલવેને નથી મળી રહ્યાં મુસાફર
હકીકતમાં કેટલાક રૂટ્સ પર યાત્રીઓને કંફર્મ ટિકિટ નથી મળી રહી, પરંતુ ઘણા રૂટ્સ એવા પણ હોય છે જ્યાં રેલવે યાત્રીઓને તરસી રહ્યાં છે. જેના કારણે રેલવે અથવા તો તે ટ્રેનોને કેન્સલ કરી રહ્યાં છે અથવા તેના ફેરા ઓછા કરવામાં આવી રહ્યાં છે.
2017માં શરૂ થઇ હતી સ્કીમ
હકીકતમાં 10 ટકા છૂટના નિયમ 1 જાન્યુઆરી 2017ના રોજ લાગુ કરવામાં આવી હતી. રાજધાની/દુરંતો/શતાબ્દી જેવી ટ્રેનોથી તેની શરૂઆત કરવામાં આવી હતી. તે બાદ રેલવેએ તમામ રિઝર્વ ક્લાસ ટ્રેનોમાં આ સુવિધાને શરૂ કરી હતી.

10 ટકા છૂટ માટે નિયમ
તમને ટ્રેન ટિકિટ પર આ છૂટ કેવી રીતે મળશે, તેની રીતે રેલવે પહેલાથી જ સ્પષ્ટા કરી ચુક્યુ છે.
1- 10 ટકાની છૂટ પહેલા ચાર્ટ બન્યા બાદ છેલ્લી ટિકિટના બેસિક ફેર પર મળશે.
2- રિઝર્વેશન ફીસ, સુપરફાસ્ટ ચાર્જ અને સર્વિસ ટેક્સ વેગેરમાં કોઇ છૂટ નહી મળે, યાત્રીએ તેને ચુકવવા પડશે.
3- 10 ટકાનું ડિસ્કાઉન્ટ તે ખાલી સીટો પર પણ મળશે TTE અલોટ કરશે.
Read Also
- નવા સ્ટેડિયમની પીચની કમાલ : ફટાફટ વિકેટો પડી, બે દિવસમાં ખેલ ખતમ, અંગ્રેજોની નાલેશીજનક હાર!
- ‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ
- પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં
- લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો
- ધર્મસંકટ: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર નિર્મલા સીતારમણે આપ્યા આવા જવાબ, સરકારનો મત રજૂ કર્યો