GSTV
Home » News » મોદી સરકાર ભરાઈ : 10 રાજ્યોએ આ બિલનો કર્યો વિરોધ, લોકસભામાં પડશે ફટકો

મોદી સરકાર ભરાઈ : 10 રાજ્યોએ આ બિલનો કર્યો વિરોધ, લોકસભામાં પડશે ફટકો

ઉત્તર પૂર્વના દસ રાજકીય પક્ષો ઉપરાંત બિહારમાં ભાજપના સહયોગી જદ(યુ)એ સાથે મળીને સિટિઝનશીપ(એમેન્ડમેન્ટ) બિલનો વિરોધ કરવાનું નક્કી કર્યુ છે. આ પક્ષોની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે એક પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. ભાજપના ગાઢ સાથી મનાતા નીતીશ કુમારના પક્ષ જદયુએ ચેતવણી આપી હતી કે જો સિટિઝનશીપ બિલ પાસ કરાશે તો લોકસભાની ચૂંટણીમાં ભાજપ  અને જદયુ એમ બંનેને ખરાબ પરિણામોનો સામનો કરવો પડશે.

પૂર્વોત્તરના તમામ રાજ્યો સાથે મળી આ બિલનો વિરોધ કરશે

આમ પણ આ બિલનો પૂર્વોત્તરના તમામ રાજ્યોમાં ભારે વિરોધ કરાઇ રહ્યો છે અને આ મુદ્દે આસામની ભાજપની સરકાર માંથી અસોમ ગણ પરિષદે ટેકો પાછો ખેંચી લીઘો હતો. હવે આ મુદ્દે એજીપીએ મંગળવારે  ગુવાહાટીમાં ક્ષેત્રિય પક્ષોની બેઠક બોલાવી છે. મેઘાલયના મુખ્ય પ્રધાન કોનાર્ડ સંગમાએ કહ્યું હતું કે પૂર્વોત્તરના તમામ રાજ્યો સાથે મળી આ બિલનો વિરોધ કરશે અને કેન્દ્ર સરકારને આ અંગે ફરીથી વિચારણા કરવા વિનંતી કરશે.’

મોદીને પણ લોકોની લાગણીઓથી વાકેફ કરાઇશું

અમે રાજનાથ સિંહ સાથે વાત કરીશું અને જો શક્ય હશે તો  અમે વડા પ્રધાન મોદીને પણ લોકોની લાગણીઓથી વાકેફ કરાઇશું. આ બિલ પાસ કરવાથી એનડીએ અને ભાજપને ભારે નુકસાન થશે’એમ પક્ષના ઉપ પ્રમુખ પ્રશાંત કિશોર સાથે મંત્રણામાં ભાગ લેવા ગુવાહાટી આવી પહોંચેલા જદયુના મહામંત્રી કે.સી, ત્યાગીએ કહ્યું હતું. તેઓ મેધાલયના મુખ્ય પ્રધાન સંગમા અને મિઝોરમના વડા ધોરામથંગાને પણ મળશે. ત્યાગીએ કહ્યું હતું કે તેમનું પક્ષ રાજ્યસભામાં  આ ગેર બંધારણીય બિલની વિરૂધ્ધમાં મતદાન કરશે.’

અમે સંસદથી શેરી સુધી તમારી સાથે છીએ

અમે સંપૂર્ણ ટેકો આપવા એજીપીના આમંત્રણથી અત્રે આવ્યા છીએ. અગાઉ અમે નીતીશ કુમારને મળ્યા હતા જેમણે કહ્યું હતું કે આ મુદ્દે અમે સંસદથી શેરી સુધી તમારી સાથે છીએ. અમે આસામ ગણ પરિષદ, આસામના વિદ્યાર્થીઓ અને નાગરિક સમાજની સાથે છીએ’ એમ ત્યાગીએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે આ મુદ્દે લોકસભામાંથી વોકઆઉટ કરવાની જરૂર નહતી. લોકસભામાં કોંગ્રેસના ટેકાથી આ બિલને પસાર કરી દેવાયો હતો. હવે રાજ્યસભામાં તેની કસૌટી થશે.

આ બેઠકમાં ઝોરામથાન્ગા પણ હાજર રહ્યાં

ઉલ્લેખનીય છે કે સિટિઝનશીપ(એમેન્ડમેન્ટ) બિલમાં બાંગ્લાદેશ,પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશેલા હિંદુ, શીખ, બુદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને ભારતની નાગરિકતા આપવાની જોગવાઇ છે. આ જોગવાઇ મુજબ ૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ અગાઉ ભારતમાં પ્રવેશેલા હિંદુ,શીખ, બુદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને ભારતનું નાગરિક્ત્વ આપવામાં આવશે. મેઘાલયના મુખ્યપ્રધાન કોનાર્દ કે સંગમાએ આ બેઠકનું આયોજન કર્યુ હતું. આ બેઠકમાં ઝોરામથાન્ગા પણ હાજર રહ્યાં હતાં.

આસામમાં ભાજપ સરકાર પાસેથી ટેકો પાછો ખેંચી લેવાયો

આ મુદ્દે આસામમાં સર્બાનંદ સોનોવાલના નેતૃત્ત્વવાળી ભાજપ સરકારને ટેકો પાછો ખેંચી લેનાર આસામ ગણ પરિષદ(એજીપી)ના નેતાઓ પણ આ બેઠકમાં હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં ભાગ લેનારા દસ રાજકીય પક્ષોમાં મિઝો નેશનલ ફ્રન્ટ(એમએનએફ), યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી(યુડીપી), આસામ ગણ પરિષદ(એજીપી), નાગા પિપલ્સ ફ્રન્ટ(એનપીએફ), નેશનલ પીપલ્સ પાર્ટી(એનપીપી), નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી(એનડીપીપી), હિલ સ્ટેટ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી(એચએસપીડીપી), પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ(પીડીએફ), ઇન્ડિજેનોયસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા(આઇપીએફટી) અને ખનામનોે સમાવેશ થાય છે. આ બેઠકમાં જનતા દળ(યુનાઇટેડ) વતી ઉત્તર પૂર્વના ઇનચાર્જ એનએસએન લોથા હાજર રહ્યાં હતાં.

Related posts

ગુજરાતીઓએ મોલ અને મલ્ટિપ્લેક્સમાં પાર્કિગ માટે ચૂકવવો પડશે ચાર્જ, સુપ્રીમે આપ્યો મોટો ચૂકાદો

Karan

સુપ્રીમના ચૂકાદા પહેલાં મોદી સરકારના સાંસદે આપી દીધો ચૂકાદો, મંદીર બાંધવાની તારીખ પણ જાહેર કરી દીધી

Mayur

મુગલોએ બળજબરીથી વિવાદિત જમીન પર મસ્જિદ બનાવી હતી અને મંદિરને તોડી પાડ્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!