GSTV
Home » News » ભીડભાડના વિચારથી જ વેકેશન પર ન જતાં હોય તો આ લિસ્ટ ચેક કરી લો, અહીં માણી શકશો એકાંતની મજા

ભીડભાડના વિચારથી જ વેકેશન પર ન જતાં હોય તો આ લિસ્ટ ચેક કરી લો, અહીં માણી શકશો એકાંતની મજા

ઉનાળામાં વેકેશન પડે એટલે ફરવા જવા માટે લોકો એવી જગ્યાઓ શોધે છે જ્યાં પર્વત, સમુદ્ર, નદી, તળાવ, ઠંડકનું વાતાવરણ હોય. પરંતુ આવી જગ્યાઓ પર વેકેશન સમયે ખૂબ ભીડ જોવા મળે છે. વર્ષભરનો થાક ઉતારવા માટે જ્યારે ફરવા જવું હોય ત્યારે એકાંત અને શાંતિ મળે તેવી જગ્યાએ જવું સૌને ગમે. તો ચાલો આજે તમને ભારતના એવા 10 ટૂરિસ્ટ પ્લેસ વિશે જણાવીએ જ્યાં ફરવા જવું ગમશે પણ ખરા અને જ્યાં ભીડથી દૂર શાંતિ મેળવી શકો છો. 

1. પૈંગોંગ લેક, લદ્દાખ

ભારતની સૌથી એકાંત જગ્યાઓમાં સૌથી પહેલા આવે છે લદ્દાખનું પૈંગોંગ લેક. 4350 ફૂટની ઊંચાઈ પર આવેલી આ જગ્યા પર ખારા પાણીનું સૌથી મોટું તળાવ આવેલું છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ પાણીનો રંગ દિવસના અલગ અલગ સમયે બદલી જાય છે. આ જગ્યાએ જવાનો બેસ્ટ સમય મે માસથી સપ્ટેમ્બર વચ્ચેનો છે. શિયાળામાં અહીં તળાવમાં બરફ જામી જાય છે. 

2. ફુગટાલ મોનૈસ્ટ્રી, લદ્દાખ

લદ્દાખ બૌદ્ધ ધર્મનું કેન્દ્ર છે. અહીં અનેક મૌનેસ્ટ્રી આવેલી છે. તેમાંથી એક અને પ્રખ્યાત છે દક્ષિણ પૂર્વી જન્સકર વૈલીમાં આવેલી ફુગટાલ મોનૈસ્ટ્રી, જેનું નિર્માણ 12મી સદીમાં થયુ હતુ. લદ્દાખની આ એકમાત્ર એવી મૌનેસ્ટ્રી છે જ્યાં ચાલીને પહોંચી શકાય છે. અહીં જુલાઈથી સપ્ટેમ્બર માસ દરમિયાન પ્રવાસ કરવો યોગ્ય ગણાય છે. 

3. ગુરુડોંગમાર લેક, સિક્કિમ

ભીડ, કોલાહલથી દૂર ગુરુડોંગમાર લેક દુનિયાના સૌથી ઊંચાઈ પર આવેલા તળાવમાંથી એક છે. 17,100 ફૂટની ઊંચાઈ પર આવેલું આ તળાવ ભારતના સૌથી એકાંતમાં આવેલા સ્થાનમાંથી એક છે. આ તળાવનું ધાર્મિક મહત્વ પણ છે જેથી અહીંના પાણીને પવિત્ર માનવામાં આવે છે. અહીં જવા માટે નવેમ્બરથી જૂન સુધીનો સમય ઉત્તમ હોય છે.

4. જિરો, અરુણાચલ પ્રદેશ

અરુણાચલ પ્રદેશના અપાતાની આદિવાસી સમુદાયના ઘર જિરો, એવા લોકો માટે સ્વર્ગ છે જેમને શાંતિનો અનુભવ કરવો હોય. અહીંની ખાસિયત એ છે કે વર્ષે થતું મ્યૂઝિક ફેસ્ટિવલ છે. આ ફેસ્ટિવલ અહીં વર્ષ 2012થી શરૂ કરવામાં આવ્યું છે. અહીં દેશભરમાંથી મ્યૂઝિક બેન્ડ ભાગ લેવા આવે છે.

5. જુકૂ વૈલી, મણિપુર

ટ્રેકિંગનો શોખ હોય તો મણિપુર અને નાગાલેન્ડની સરહદ પર આવેલી જુકૂ વૈલી તમારા માટે શ્રેષ્ઠ જગ્યા છે. અહીં લીલાછમ્મ પર્વતો પર એકલતા અને શાંતિનો અનુભવ કરી શકો છો. અહીં પણ જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન જવું બેસ્ટ વિકલ્પ છે. 

6. ગોઈચા, લા ટ્રેક

એડવેન્ચરના શોખીનો માટે ગોઈચા લા બેસ્ટ જગ્યા છે. ભારતનો આ ટ્રેકિંગ સ્પોટ એવો છે જ્યાં એડવેંચર કરવું શક્ય બને છે અને તે પણ ક્રોંકીટના જંગલોથી દૂર માનસિક શાંતિ સાથે. આ જગ્યા ભારતની સૌથી એકાંતવાળી જગ્યાઓમાંથી એક છે, 16200 ફૂટની ઊંચાઈથી કંચનજંગાની વિશાળ પર્વતમાળાનો નજારો જીવનમાં ક્યારેય ભુલી ન શકાય તેવો હોય છે. અહીં એપ્રિલ, જૂન અને સપ્ટેમ્બર, ઓક્ટોબર માસમાં જવાનો સમય હોય છે. 

7. દારિંગબાડી, ઓરિસ્સા

દેવદારના ઝાડ અને કોફી ગાર્ડનની સુંદરતાનો આનંદ લેવા માંગતા હોય તો ઓરિસ્સાના દારિંગબાડીમાં જરૂર જવું. આ જગ્યાને ઓરિસ્સાનું કાશ્મિર પણ કહેવામાં આવે છે. અહીં પર્યટકો માટે ફરવા માટે વોટરફોલ, નેચર પાર્ક, કોફી ગાર્ડન અને બર્ડ સૈક્યુરી પ્રમુખ આકર્ષણ છે. અહીં ફરવા માટેનો બેસ્ટ સમય નવેમ્બર અને ફેબ્રુઆરી છે. 

8. કાસ પ્લૈટ્યૂ, મહારાષ્ટ્ર

વનસ્પતિ, જીવજંતુઓ વિશે જાણવામાં રસ હોય તો સાતારા જિલ્લા નજીક 25 કિલોમીટર દૂર આવેલું કાસ પ્લૈટ્યૂ જગ્યા સૌથી એકાંતવાળી જગ્યામાંથી એક છે. 

9. ધનુષકોડી, તમિલનાડુ

ધનુષકોડી એક શાંત અને એકાંતવાળી જગ્યા છે. રામેશ્વરમથી 20 કિલોમીટર દૂર આવેલું છે. જો કે અહીં પહોંચવું મુશ્કેલ છે. અહીં થોડે સુધી ટ્રેનમાં જવાનું હોય છે ત્યારબાદ રેતાળ રસ્તા પર મુસાફરી કરવી પડે છે. આ જગ્યાએ જવાથી મિસ્ટ્રી ટ્રાવેલિંગનો આનંદ પણ માણી શકાય છે. 

10. રાધાનગર, આંદામાન

ગરમીની રજાઓમાં શહેર અને ભીડથી દૂર આ જગ્યા માનસિક શાંતિનો અનુભવ કરાવશે. આંદામાન નિકોબારનું રાધાનગર બીચ પર પાણી બ્લૂ, સાફ છે અહીંની સફેદ રેતી પ્રાકૃતિક સુંદરતામાં ચાર ચાંદ લગાડે છે. આ જગ્યાએ ઓક્ટોબરથી એપ્રિલ માસ દરમિયાન જવું જોઈએ.

Read Also

Related posts

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બોલિવૂડ અભિનેત્રીઓએ કર્યુ મતદાન

Mansi Patel

ગુસ્સામાં ગર્લફ્રેન્ડને કહી દીધી કોલગર્લ, હવે 15 વર્ષે કોર્ટે આપ્યો આ ચૂકાદો

Mayur

દિવાળીમાં લોકોની નજર તમારા પરથી નહી હટે, ટ્રાય કરો આ હિરોઇન્સનો સાડી લુક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!