GSTV
Home » News » નોઇડાની જેલમાંથી 10 નાઇજિરિયન થયા ફરાર, પોલીસે કુલ 60 નાગરિકોની કરી હતી ધરપકડ

નોઇડાની જેલમાંથી 10 નાઇજિરિયન થયા ફરાર, પોલીસે કુલ 60 નાગરિકોની કરી હતી ધરપકડ

વીઝાની મુદત પૂરી થયા બાદ પણ ગેરકાયદે દેશમાં રહેલા 60 નાઇજિરિયન લોકોની ત્રણ દિવસ પહેલા્ં પોલીસે ધરપકડ કરી હતી. એમાંના દસ નાઇજિરિયન નોઇડા જેલમાંથી નાસી ગયા હોવાની ચોંકાવનારી માહિતી મળી હતી. આ મોટા ભાગના નાઇજિરયન અહીં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હોય છે. છેતરપીંડી, ડ્રગની હેરફેર વગેરે ગુનાઓમાં સંડોવાયેલા હોય છે.

પોલીસે કુલ 60 નાઇજિરિયન નાગરિકોની ધરપકડ કરી હતી અને એમને નોઇડા જેલમાં રાખવામાં આવ્યા હતા. પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું કે ખરેખર તો ગૌતમ બુ્દ્ધ નગરમાં સાડા ત્રણસો જેટલા આફ્રિકી નાગરિકોની તપાસ કરવામાં આવી હતી. 

એમાં કેટલાક એવા હતા જેમની પાસે વીઝા જ નહોતા. કેટલાક એવા હતા જેમની વીઝાની મુદત ક્યારની પૂરી થઇ ગઇ હતી. કેટલાકની પાસેથી પરવાના વિનાનો શરાબ અને ગાંજો મળી આવ્યાં હતાં. પોલીસ પ્રવક્તાએ એવો દાવો કર્યો હતો કે આમાંના કેટલાક આફ્રિકી દેશોની જેલમાંથી નાસી આવીને અહીં છૂપાયા હતા. વિદેશી નાગરિકો રહેતાં હોય એેવા અન્ય વિસ્તારોમાં પણ તપાસ ચાલુ હતી.

READ ALSO

Related posts

બહુ જલદી આ સસ્તી AC ટ્રેનને બંધ કરી શકે છે કેન્દ્ર સરકાર, શું છે તેનું કારણ?

NIsha Patel

સમાજવાદી પાર્ટીએ યોગી સરકારને ઘેરી લીધી, યુપીમાં જંગલરાજ હોવાનું સાબિત કર્યું

Arohi

માયાવતીના ભાઇ પર આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી, 400 કરોડની બેનામી સંપત્તિ જપ્ત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!