GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

ઓફિસમાં સતત બેસી રહો છો, સાવચેત રહો, બનશો ગંભીર બીમારીઓનો ભોગ

શું તમે એવું કોઈ કામ કરી રહ્યા છો જેમાં સતત એક સાથે 2-3 કલાક મોઢું ફેરવ્યા વગર કોમ્પ્યુટરમાં જોવાનું હોય છે? જો તમારો જવાબ હા હોય તો સાવધાન થઇ જાવ. કારણ કે એક રીપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે જે લોકો લાંબા સમય સુધી એક જગ્યા પર સતત બેસીને કામ કરે છે, તેમનામાં બીજા લોકો કરતા મૃત્યુની સંભાવના 2 ગણી વધી જાય છે. દિવસમાં 8 થી 13 કલાક સુધી જે લોકો કામે બેસતા હોય છે તેની સરખામણીએ જે લોકો 60 થી 90 મિનીટ બેસે છે તેમની મૃત્યુની સંભાવના અડધી થઇ જાય છે.
સ્ટ્રોક – લાંબા સમય સુધી ખુરશીમાં બેસી રહેવાથી શરીરમાં રહેલું લોહી ગંઠાઈ જાય છે એટલે કે જામી જાય છે જે મગજમાં જઈને બ્લોક થઇ જાય છે.

ગરદનમાં દુઃખાવો – સતત બેસવાથી ગરદનની નસો પકડાઈ જાય છે અને તેને કારણે ગરદનમાં પણ દુઃખાવો થાય છે.
ફેફસામાં મુશ્કેલી સર્જાય છે – સતત 8 કલાક બેસવાથી ફેફસા અનિયમિત થાય છે અને ઓછા સક્રિય રહે છે. તેથી તેના કારણે ફેફસાને લગતી બીમારીઓ થઇ શકે છે.
ડાયાબિટીસ – લાંબા સમય સુધી બેસી રહેવાને કારણે શરીરની મેટાબોલીઝ્મ નબળી પડી જાય છે અને સુગર લેવલ પણ વધી જાય છે. હાર્ટ એટેકની સંભાવના – સામાન્ય લોકોની સરખામણીમાં જે લોકો વધુ બેસી રહેતા હોય છે તેમને હૃદયરોગના હુમલાની શક્યતા વધી જાય છે. શરીર વધે છે – ફીઝીકલી એક્ટીવ ન રહેવાને કારણે શરીરમાં ચરબી જમા થાય છે અને મોટાપો એટલે કે શરીર વધે છે.

હાઈ BP –વધારે સમય સુધી બેસવાથી અને હલન ચલન ન થવાથી હાઈ BP ની સમસ્યા વધી જાય છે.
બેક પેઈન (કમરમાં દુઃખાવો) – વધુ સમય સુધી બેસવાથી કમરમાં દુઃખાવો થાય છે જે આસાનીથી મટતો પણ નથી. સ્પાઈનલ પ્રોબ્લેમ પણ તેનાથી થઇ શકે છે. સ્પાઈન પર વધુ ભાર પડે છે.
હાથ અને પગમાં ખાલી ચડી જાય છે – શરીરમાં હલન ચલન ન થવાથી લોહીનું પરિભ્રમણ ધીમું પડી જાય છે તેને કારણે ખાલી ચડી જાય છે.
પાચનક્રિયા નબળી પડે છે – લાંબા સમય સુધી બેસવાથી ખોરાક સારી રીતે પચી શકતો નથી. ગેસ અને એસીડીટી જેવા પ્રશ્નો વારંવાર થાય છે.

Read Also

Related posts

ચંદ્રગ્રહણ ઉપર બની રહ્યો છે ગજ કેસરી યોગ, આ પાંચ રાશીના જાતકોના આવશે સારા દિવસો

Mansi Patel

વડીલોને નિયમિત પીવુ જોઈએ આ પીણું, કોસો દૂર રહેશે ગંભીર બીમારીઓ

Ankita Trada

ચાના શોખિનો માટે ખુશખબર: કોરોના સામે લડવા ઢાલ બનશે ચાની ચુસ્કી, સ્વાસ્થ્ય મંત્રીએ આ શોધના કર્યા ભરપૂર વખાણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!