GSTV
Home » News » ફફડેલા નક્સલીઓ પોલીસનાં ચરણે, બે મહિલા સહિત 10 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું

ફફડેલા નક્સલીઓ પોલીસનાં ચરણે, બે મહિલા સહિત 10 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું

ARMY MAIN

છત્તીસગઢના નક્સલવાદીઓથી પ્રભાવિત સુકમા જિલ્લામાં બે મહિલા સહિત ૧૦ નક્સલવાદીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આત્મસમર્પણ કરનારા નક્સલીઓએ જણાવ્યું કે તેઓ પોતાના નેતા દ્વારા કરવામાં આવતું શોષણ અને ભયંકર ત્રાસથી કંટાળીને પોલીસને તાબે થયા છે.

સુકમા જિલ્લાના પોલીસ અધિકારીઓએ જણાવ્યા મુજબ કોંટા થાણાના બાલેંગતોંગ ગામમાં રહેતા બે મહિલા સહિત ૧૦ નક્સલવાદીઓએ પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ(સીઆરપીએફ)ના અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. તેમણે નક્સલી નેતા દ્વારા આપવામાં આવતા ભયંકર ત્રાસથી કંટાળીને સરેન્ડર થવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.

આત્મસમર્પણ કરનારા તમામ નક્સલીઓ દંડકારણ્ય આદિવાસી કિસાન મજદૂર સંગઠનના સભ્યો છે અને તેમના વિરુદ્ધ બસ તથા અન્ય વાહનોમાં આગ લગાવવા ઉપરાંત બોમ્બ ફીટ કરવાના ગંભીર કેસ નોંધાયેલા છે. પોલીસ અધિકારીએ જણાવ્યા મુજબ આત્મસમર્પણ કરનારા નક્સલીઓને શાસનની યોજનાઓનો લાભ આપવામાં આવશે. વધુમાં જણાવ્યું કે નક્સલી વિસ્તારોમાં સુરક્ષા દળના પ્રભાવ અને આંતરિયાળ વિસ્તારોમાં શાસકીય યોજનાઓનો વ્યાપ વધવાને કારણે નક્સલવાદીઓ તેમના સંગઠનને છોડીને મુખ્ય પ્રવાહમાં શામેલ થઈ રહ્યા છે.

READ ALSO

Related posts

ઈમરાન ખાનને પરેશ રાવલનો ‘બાબુ રાવ’ સ્ટાઈલ જવાબ, આખુ વર્ષ ‘મોદી મોદી’ ભણ્યા અને પરિક્ષામાં અમિત શાહ પૂછાઈ ગયું

Bansari

રઘવાયા પાકિસ્તાને ભારતીય ચોકીને નિશાન બનાવતા, લાન્સ નાયક સંદીપ થાપા શહીદ થયા

Dharika Jansari

કેવડિયા કોલોનીમાં પ્રવાસીઓની મઝામાં વધારો, મુખ્યપ્રધાને એ વસ્તુનું ઉદ્ધાટન કર્યું જે દુનિયાભરમાં લોકપ્રિય છે

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!